Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ 6 દર્દીઓ પોઝિટિવ મળી આવતા જિલ્લાનું વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર દોડતું થયું છે.

Share

રાજ્યભરમાં કોરોના વાયરસએ હાહાકાર મચાવી દીધો છે જેને લઇને રાજ્યમાં અનેકો જિલ્લાઓને રેડ ઝોનમાં કરવામાં આવ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આજે ૬ કેસ નોંધાયા હતા. જિલ્લામાં ધાંગધ્રા તાલુકાનાં ઇસદ્રા, કોંઢ જે ગડવા ગામમાં પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા હતા, જ્યારે પાટડી તાલુકાનાં અખિયાણા ગામ ચુડા તાલુકાનાં બળાલા ગામમાંથી બે કેસો મળી કુલ છ જેટલા કેસો પોઝિટિવ મળી આવતા જિલ્લાનું વહીવટી તંત્ર દોડતું થયું હતું. આરોગ્યની ટીમ દોડી આવી તમામ ગામમાં આરોગ્યની તપાસ હાથ ધરી હતી એટલું જ નહીં પણ આજુબાજુનાં વિસ્તારોમાં પણ આરોગ્યની તપાસ હાથ ધરવામાં આવી હતી. તમામ વિસ્તારોને સીલ કરીને લોકોના સંપર્કમાં આવેલા લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી હતી. સાથે સાથે જો કોઇ કોરોનાનો દર્દી હોય તો તાત્કાલિક જાણ કરવા જિલ્લા વહીવટી તંત્રે ગામનાં લોકોને સૂચનાઓ આપી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચના લિંક રોડ પર આવેલી મયુર પાર્ક સોસાયટીમાં શ્વાનોના આતંકનો આક્ષેપ : શ્વાનોએ અનેક રહીશોને બચકા ભર્યાની ફરિયાદ; સ્થાનિકો એ ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યા,

ProudOfGujarat

હાંસોટથી માછીમારી માટે ગયેલા 15 જેટલાં માછીમારો આજરોજ જલાલપોર નવસારીથી હાંસોટ આવતા દરેકને હોમ કોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે.

ProudOfGujarat

ગોધરા : પાવરહાઉસ વિસ્તારમાં આવેલા રસ્તા પરના તૂટેલા ગટરના ઢાંકણાનું સમારકામ કરવાની લોકમાંગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!