Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઉમરપાડા તાલુકાના નસારપુર ગામે ગ્રામસભા યોજાઇ.

Share

ઉમરપાડા તાલુકાના નસારપુર ગામે સરપંચ ગીતાબેન વજેસિંગભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને ગ્રામસભા યોજાઇ હતી ઉપરોક્ત ગ્રામસભામાં સરકારી પ્રતિનિધિ તરીકે પશુપાલન વિભાગના આર એમ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ગ્રામ સેવક અન્ય ચુંટાયેલા સભ્યશ્રીઓની ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. તેઓને નાણાકીય વર્ષની પ્રથમ ગ્રામસભામાં એજન્ડાની કાર્યવાહી મુજબ પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ વૃધ્ધ પેન્શન યોજના વિધવા સહાય સહિત સરકારે અમલમાં મૂકેલી કલ્યાણકારી યોજનાઓના લાભ વિશે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગામના નાગરિકો દ્વારા નાના-મોટા પ્રશ્નો ગ્રામસભામાં રજૂઆત થઇ હતી જેનું નિરાકરણ કરવાની ખાતરી આપવામાં આવી હતી ગ્રામસભા બાદ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

વિનોદ મૈસૂરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

હાંસોટના ઈલાવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તાલુકા કક્ષાનો TB દર્દીઓ માટે કેમ્પ યોજાયો.

ProudOfGujarat

રાજકોટ-કરણપરા વિસ્તારમાં બની ચિલઝડપની ઘટના સોના- ચાંદીનો વેપાર કરતા વેપારીના હાથમાંથી થેલો ઝૂટવી 20 કિલો ચાંદી અને 1.5 તોલાના ઘરેણા લઈ 3 બાઈક સવાર ફરાર….

ProudOfGujarat

રાજપીપલા ખાતે નાંદોદ અપક્ષના ટેકેદારોનો સ્ટ્રોંગ રૂમની બહાર CCTV કેમેરા સાથે ચોકી પહેરો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!