Proud of Gujarat
INDIAFeaturedGujarat

વાડીગામથી ઝંખવાવ તરફ જવાના માર્ગ પર ડીઝલ પંપ પાસે એક્ટિવા અને હ્યુન્ડાઇ કંપનીની ક્રિયાટા વચ્ચે અકસ્માત થતાં વેગી તાલુકા માંડવીનાં સંદીપ ચૌધરીનું મોત.

Share

પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર રાત્રીનાં સાડા આઠ વાગ્યાનાં સમયગાળા દરમિયાન ઝંખવાવ વાડી રોડ ઉપર બંધ ડીઝલ પંપ પાસે હ્યુડાઈ કંપનીની ક્રિયાટા ગાડી નંબર જીજે 19 એ એફ 3640 અને એક્ટિવા ગાડી સાથે એક્સિડન્ટ થયો હતો. ગાડીનાં ચાલકે પૂરઝડપે અને ગફલત રીતે હંકારી એક્ટિવા ચાલકને અડફેટે લેતા માથાના ભાગે તેમ જ પેટનાં ભાગે ગંભીર ઇજા થતા જમણા પગમાં ફેક્ચર થયું હતું અને તેનું મોત નીપજયું હતું. તેમની પત્ની તારા બેન ને 108 માં પ્રાથમિક સારવાર માટે ઝંખવાવ લાવવામાં આવી હતી, વધુ સારવાર અર્થે સરદાર હોસ્પિટલ બારડોલી ખાતે ખસેડવામાં આવી હતી. આ અંગે ફરિયાદ ઈશ્વરભાઈ માલા ભાઈ ચૌધરી રહે. વેગી, માંડવીએ ઉમરપાડા પોલીસ મથકે નોંધાવી હતી. ઉમરપાડા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ઠાકોરભાઈ પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે પોલીયો રસીકરણ તાલીમ યોજાઈ.

ProudOfGujarat

માર મારતો વિડીઓ સોસ્યલ મીડિયા પર અપલોડ કરતા પોલીસ ફરિયાદ પદ્માવતી ફિલ્મ જોવાની વાત કરતા બાદમાં માફી મંગાવી માર માર્યો હતો

ProudOfGujarat

ભરૂચ તાલુકાનાં હલદરવા ગામની સીમમાં ઝનોર ગામની પરણીતા અને તેના બાળકની લાશ મળી આવતા પરિવારજનોએ તેણે આપઘાત કર્યો હોવાનું કહેતા પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!