Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઉમરપાડા : સંસદમાં મંજુર કરેલ ત્રણ કૃષિ ખરડા વિરુદ્ધ આમ આદમી પાર્ટી દ્વારા માનનીય મહોદય રાજ્યપાલ શ્રીને ઉદ્દેશીને ઉમરપાડા મામલતદારને આવેદન પાઠવવામાં આવ્યું.

Share

હાલમાં જે (1) કૃષિ ઉત્પાદન અને વ્યાપાર વાણિજ્યક વિધેયક (2) કૃષિ સશક્તિકરણ અને સંરક્ષણ વિધેયક અને કૃષિ સેવા કરાર વિધેયક નામ ત્રણ કાયદા પસાર કર્યા છે તેને કાળો કાયદો ગણાવી કાયદાનો વિરોધ અને વાંધો નોંધાવ્યો હતો. આવેદનમાં જણાવ્યા મુજબ આ કાયદો આવવાથી ખેડૂતોના હક્ક છીનવાય જવાનો ડર, ખેડૂતોને પોતાની જ જમીનમાં કંપનીઓનાં મજુર બનાવનાર, ખેતી જેવા પવિત્ર વ્યવસાયનું કંપનીકરણ કરનાર, સંગ્રહખોરોને પ્રોત્સાહન આપનાર અને ખેડૂતોનું તમામ પ્રકારે શોષણ થાય તેવી જોગવાઈ કરતા કાયદાઓ છે જેનો આમ આદમી પાર્ટી સખ્ત વિરોધ કરે છે એમ જણાવ્યું હતું. ઉમરપાડા તાલુકા પ્રમુખ આમ આદમી પાર્ટી ગૌરાંગભાઈ વસાવા, જિલ્લા ઉપપ્રમુખ અને માંગરોળ અને ઉમરપાડા તાલુકાના પ્રભારી તરીકે પીસી પટેલ હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચમાં પત્રકારોને નગરપાલિકા ખાતે ઉકાળો તેમજ આર્યુર્વેદિક દવાનું વિતરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

હની સિંહે પત્ની શાલિનીના આરોપો પર પહેલી વખત ચુપ્પી તોડી, જાણો શું કહ્યું ..?

ProudOfGujarat

સુરેન્દ્રનગર જીલ્લાના ચુડાના ઝોબાળા ગામે સમસ્ત સમાજના લોકોએ મળીને સિવિલ હોસ્પીટલ અમદાવાદના સુપ્રિટેન્ડેટ તરીકે પદવી ગ્રહણ કરનાર ડોકટર જી.એચ.રાઠોડનું અભિવાદન કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!