Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક માજી કેન્દ્રીય મંત્રીએ સરકારની ખેડૂત વિરોધી નીતિઓને લઈને આકરા પ્રહારો કર્યા.

Share

ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્દ્રના માજી મંત્રી ડોક્ટર તુષાર ચૌધરીના અધ્યક્ષસ્થાને વિસ્તૃત કારોબારીની મીટીંગ મળી હતી જેમાં કેન્દ્ર સરકારની ખેડૂત વિરોધી નીતિને લઈ આકરા પ્રહારો કર્યા હતા ડોક્ટર તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે હાલમાં જે લોકસભાનું સત્ર ચાલુ હતું એમાં ખેડૂતો વિરોધી નીતિ બહુમતીના જોરે ભાજપાએ પાસ કર્યા છે અને એ જે બિલમાં જોગવાઈ કરવામાં આવી છે એમાં સીધો ખેડૂતોને દંડ જ છે એમ કહેવું ખોટું નથી કોંગ્રેસની સરકાર હતી એમએસપી લઘુત્તમ ટેકાના ભાવ સરકાર નક્કી કરતી હતી અને ખેડૂતોને એના પાકનું પૂરેપૂરું વળતર મળે જેથી ખેડૂતોને નુકસાન થવા દેવામાં આવતું ન હતું. નવા બિલમાં ખેડૂતોને નુકસાન થશે પરંતુ એનું વળતર સરકાર આપવાની નથી આવી ભયંકર જોગવાઈ કરી છે. આપણે હમણાં કોઈ માલ વેચવાનું હોય તો માર્કેટ જવું પડે કેમકે A.p.m.c નોંધ રાખે વેપારીઓ પર નજર રાખે અને વેપારી ખેડૂતોના પૈસા લઇ વેપારી નાસી ન જાય તેનું ધ્યાન રાખે એના કારણે આપણે છેતરાતા નથી A.p.m.c જ રહેવાની નથી જેથી ખેડૂતોને મહા મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. ખેડૂતોને તમારો પાક જયાં વેચવા હોય ત્યાં વેચી શકો છો જેમનો ઓછો પાક છે તે કયા દુર વેચવા જવાનો જેના કારણે ખેડૂતો બરબાદ થવાના મલ્ટીનેશનલ કંપની ખરીદી કરશે તો પણ ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવશે
ગુજરાત વિધુત બોર્ડ દ્વારા સરકારશ્રીએ 200 યુનિટફ્રી આપવાની વાત કરી નાના નાના ગામડાઓમાં ૨૦ થી ૫૦ યુનિટ બાળતા લોકોના ઘરો છે જ્યાં 200 યુનિટ ફ્રી મુદ્દો હતો એ મુદ્દો પણ ઉડી ગયો છે અને ફયુલ ચાર્જ ફિક્સ ચાર્જ વધારો કરી આવા ગરીબ ઘરોને ચારથી પાંચ હજાર બિલ જીઈબી દ્વારા આપવામાં આવ્યું અને એ પણ ચાર મહિનાનું સાથે જેથી ગરીબો આ બિલ ભરી શકવાના નથી જે બાબતની પણ આજે ચર્ચા થઈ આ 200 યુનિટ ફ્રી આપવાનો મુદ્દો પણ સરકારનો જુઠ્ઠો નીકળ્યો છે ખેડૂતોની સમસ્યા, ચર્ચા, યુવાનોની બેરોજગારીની સમસ્યા, મોંઘવારી શૈક્ષણિક સમસ્યા, જીએનએફસી જેવી મોટી કંપની ખાતર ઉત્પાદન ગુજરાતમાં કરતા હોય અને ખેડૂતોને બ્લેકમાં ખાતર મળે એ પણ ખેડૂત સાથે વધુ બોજ જ પડે છે જેવી અનેક સમસ્યાઓની આજે વિસ્તૃત ચર્ચા કરી આવનાર જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં ગામડે ગામડે જઈને એની તૈયારી કરી અને સંગઠનને વધુ મજબૂત કેવી રીતના થાય એવો કાર્યકરોને આજે માર્ગદર્શન આપવામાં આવ્યું અને વિશેષ ચર્ચા કરી આ પ્રસંગે હરીશ વસાવા, રામસિંગ ભાઈ, જગતભાઈ નટુભાઈ, અજીતભાઈ મૂળજીભાઈ વગેરે મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.

વિનોદ (ટીનુભાઈ )મૈસુરીયા, વાંકલ.

Advertisement

Share

Related posts

એકતા નગર ખાતે ટ્રોમા સેન્ટરની સુવિધા સાથે ૧૦૦ બેડની પેટા જિલ્લા કક્ષાની આધુનિક હોસ્પિટલ બનશે

ProudOfGujarat

ભરૂચ : નેત્રંગમાં ભંગારના વેપારીએ બેટરીથી ચાલતી સાયકલ બનાવી.

ProudOfGujarat

હાઈડ્રોક્સીક્લોરોક્વીન અને એઝીથ્રોમાયસીન દવાઓ સારવાર માટે છે, એને આગોતરા પગલાં તરીકે લેવાની નથી આ દવાઓ ડૉકટરનાં પ્રિસ્ક્રિપ્શન વિના નહીં આપવા દવા વિક્રેતાઓને તાકીદ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!