Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડા અને માંગરોળ પોલીસ મથકે નોંધાયેલ અલગ-અલગ બે પ્રોહીબીશનનાં ગુનાનાં આરોપીને ઝડપી પાડતી સુરત એસ.ઓ.જી. પોલીસ.

Share

પોલીસ મહાનિર્દેશક સુરત વિભાગ ડૉ. એસ. પી. રાજકુમાર અને પોલીસ અધિક્ષક ઉષા રાડાની રાહબરી હેઠળ જિલ્લામાં બનતા વિવિધ ગુના પ્રોહીબીશનના આરોપીને ઝડપી પાડવા એસ.ઓ.જી શાખાના કે જે ધડુકની સૂચના અનુસાર એસ.ઓ.જી ટીમે વર્ક આઉટ કરી સંયુક્ત ખાનગી બાતમીના આધારે એસ.ઓ.જી શાખાના આ.પો.કો. કિરણસિંહ લક્ષમણ સિંહ અને પો.કો.આસિફ ખાન ઝહીર ખાનને બાતમી મળી હતી કે ઉમરપાડા અને માંગરોળ તાલુકાના પ્રોહીબીશનના ગુનામાં વોન્ટેડ રાકેશ ઉર્ફે ગોરીયો અંબાલાલ વસાવા ઉંમરખાડી ત્રણ રસ્તા ઉપર આવેલી દુકાન પર ઉભો છે તેને પકડી પાડી પૂછપરછ કરતા તે ઉમરપાડા ગુ. રજી.નં.21/2018 પ્રોહીબીશન અને માંગરોળ ગુ. રજી. નં 52/2018 ના પ્રોહીબીશનના વિવિધ ગુના એક્ટ મુજબ તેની પૂછપરછ કરતા નાસતો ફરતો હોવાની કબૂલાત કરતા આરોપીને ગઈ કાલે હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથધરી છે. આ કામગીરી એસ. ઓ. જી. શાખા ના પોલીસ ઇન્સ્પેકટર કે.જે.ધડુક.તથા હેડ કોન્સ્ટેબલ કિરણ સિંહ લક્ષમણ સિંહ તથા પો. કો. આસિફખાન ઝહીર ખાન, હે. કો. રણછોડભાઈ કાબાભાઈએ કામગીરી કરી હતી.

વિનોદ (ટીનુ ભાઈ )મૈસુરીયા, વાંકલ.

Advertisement

Share

Related posts

ભરૂચ : 212 વર્ષથી ઉજવાતા મેઘરાજા અને છડી ઉત્સવનો કોરોના ગાઈડલાઇન સાથે તા.29 થી પ્રારંભ, જાણો શું છે દંતકથા.

ProudOfGujarat

રાજપારડી કુમાર શાળામાં વાલી મીટીંગ અને વાનગી સ્પર્ધા યોજાઇ

ProudOfGujarat

રમજાન માસ દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રાખવા પોલીસ અધિક્ષકને લેખિત રજૂઆત : ઇફ્તાર અને તરાવીહ સમયે શહેરના મુખ્ય વિસ્તારોમાં ટ્રાફિક નિયંત્રણ માટે ખાસ પોલીસ બંદોબસ્તની માંગ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!