Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં માંજલપુર નાકા પાસે સીટી બસે વૃદ્ધાને અડફેટે લેતા ઇજાગ્રસ્ત.

Share

વડોદરામાં દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વકરતી જાય છે અને જેના કારણે શહેરમાં અકસ્માતોની ઘટના ઘટે છે. વડોદરામાં સીટી બસના ડ્રાઈવર દ્વારા ગફલતભરી રીતે બસ હંકારતા એક વૃદ્ધાને અડફેટે લીધી હતી. વડોદરા સિટી બસ સર્વિસ સ્ટેશનથી બસ સ્ટેશન જતી હતી તે વેળાએ લાલબાગ બ્રીજ ઉતરતાં માંજલપુર નાકા પાસે અકસ્માત સર્જાયો હતો. બસ ચાલકે બસને ઊભી કરવા માટે બસ સાઈડ પર લેતી વેળાએ શ્રમજીવી નિરાધાર વૃદ્ધાને અડફેટે લીધા હતા જેના કારણે વૃદ્ધાને ઇજા થઈ હતી. બનાવને પગલે સ્થળ પર ટોળા એકત્ર થઈ ગયા હતા. સેવાભાવી લોકોએ શ્રમજીવી નિરાધાર વૃદ્ધાને સારવાર અર્થે 108 મારફતે સયાજી હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી તો બીજી બાજુ લોકોનો રોષ જોઈ ડ્રાઇવર અને કંડકટર સ્થળ પરથી પલાયન થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત વુદ્ધા હાલમાં સયાજી હોસ્પિટલમાં એડમિટ છે અને તેઓની હાલત સ્થિર હોવાની માહિતી સાંપડી રહી છે.

Advertisement

Share

Related posts

હાંસોટ કાકા બા હોસ્પિટલ ખાતે હ્રદય રોગ માટે નિઃશુલ્ક સારવાર અને નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં તાલુકાના દર્દી ઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સેવાનો લાભ લીધો હતો

ProudOfGujarat

ગાંધીનગર સેશન્સ કોર્ટ આજે ત્રણ વાગ્યે આસારામને સજા સંભળાવશે, બંને પક્ષોની દલીલો પૂર્ણ

ProudOfGujarat

સુરતમાં વીઆઈપી રોડ પર સ્પાની આડમાં ચાલતા આધુનિક કુટણખાનાનો પદાફાર્શ : સ્પા ઉપર પોલીસના દરોડા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!