Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાના વાડી રંગમહાલમાં 3 માળનું જર્જરિત મકાન ધરાશાયી થતાં, એક ઈજાગ્રસ્ત.

Share

વડોદરામાં વાડી વિસ્તારના રંગમહાલમાં આવેલ એક ત્રણ માળનું જર્જરિત મકાન ધરાશાયી થતાં કેટલાક વાહનો કાટમાળ નીચે દબાયા હતા તો એક વ્યક્તિને ઇજા થવા પામી છે. રંગમહાલમાં મકાન પડતાં 3 બાઇક દબાયાની પણ માહિતી સાંપડી રહી છે. મકાન ધરાશાયી થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ધડાકાભેર મકાન ધરાશયી થતાંની સાથે વિસ્તારના લોકો સ્થળ પર દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડને કરવામાં આવતા તુરંત જ લાશ્કરો સ્થળ પર દોડી ગયા હતા. ફાયર બ્રિગેડના લાશ્કરોએ કાટમાળ નીચે કોઈ દબાઇ ગયું છે કે નહીં તે અંગેની કામગીરી શરૂ કરી હતી. જોકે, કાટમાળ નીચેથી કોઇ મળી આવ્યું ન હતું. આ મકાનમાં કોઇ રહેતું ન હોવાથી મોટી દુર્ઘટના ટળી ગઇ હતી.

Advertisement

Share

Related posts

નર્મદા જીલ્લાની સ્ટોન ક્રશર (ક્વોરીઓ) ના મશીનમાંથી કિંમતી પીતળ ધાતુની ટોગલ પીન તથા હાફ શીટની ચોરીઓ કરતી ગેંગ ઝડપાઈ

ProudOfGujarat

ગુજરાત યુનિવર્સિટીના છબરડાને કારણે 500 વિદ્યાર્થીઓનું ભાવી મુશ્કેલીમાં, ફી ભરી હોવા છતા ન મળી હોલ ટીકીટ.

ProudOfGujarat

પાલેજ નગર સહિત પંથકમાં મુસ્લિમ સમાજ દ્વારા પવિત્ર આશુરા પર્વની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!