Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઢોર નિયંત્રણ કાયદાના વિરોધમાં વડોદરામાં માલધારીઓએ શ્વાનને દૂધ પીવડાવી વિરોધ કર્યો.

Share

છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા રાજ્ય સરકાર સામેના માલધારી સમાજના આંદોલનને એક નવું સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે હવે ઢોર નિયંત્રણ કાયદાને પરત લેવા માટે માલધારી સમાજ પણ પોતાનું વેપાર નહીં કરી એટલે કે દૂધનું વેચાણ બંધ કરી અને સરકાર સામે વિરોધ નોંધાયો છે.

મહત્વનુ છે કે રસ્તે રખડતા ઢોરને પકડવાની કામગીરી તો કડકાઇથી ચાલતી હતી ત્યારે હવે દરેક અલગ અલગ શહેરના ઢોર ડબ્બા પાર્ટી દ્વારા ઢોરવાડામાં બાંધેલા ઢોરને પકડી જવાની શરૂઆત કરાઈ ત્યારે માલધારી સમાજ એક થઈ ઢોર નિયંત્રણ કાયદો પરત લેવા હવે આજે સમગ્ર રાજ્યમાં દૂધ વેચાણ નહીં કરવાનો નિર્ણય લીધો છે. સવાલ એ પણ છે કે રખડતા ઢોરના કારણે બનતા અકસ્માતોને ધ્યાનમાં રાખતા જ્યારે હાઇકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી ત્યારબાદ રાજ્ય સરકાર પણ ઢોર નિયંત્રણ કાયદા અને રખડતા ઢોરના પ્રશ્નોને કાબુમાં લેવા માટે આગળ આવી છે ત્યારે બીજી તરફ આ કાયદો પરત લેવા માટે માલધારી સમાજ સરકાર સામે બાયો ચડાવી બેઠું છે ત્યારે હવે સરકારના નક્કી કરેલા કાયદા અને માલધારી સમાજની માંગણીઓમાં કોની જીત થાય છે તે જોવું મહત્વનું છે.

Advertisement

Share

Related posts

વિરમગામ: શ્રી બાલાજી કેળવણી મંડળ દરજી સમાજ દ્વારા સન્માન સમારંભ યોજાયો.

ProudOfGujarat

ભરૂચના તવરા ગામે મહંત પ.પૂ. મંગલદાસની 31 મી પુણ્યતિથિ સ્મૃતિ મહોત્સવ ઉજવાયો.

ProudOfGujarat

અમદાવાદ : સ્વ. અહેમદભાઈ પટેલનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!