Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાની યોગીનગર સોસાયટીમાં તસ્કરો મહિલાનો અછોડો તોડી ફરાર.

Share

વડોદરામાં દિવસેને દિવસે અછોડા તુટવાની ઘટનાઓ સામે આવી રહી છે. પોલીસનો ખૌફ અછોડા તોડોમાંથી દુર થઇ રહ્યો હોવાનો અંદાજો આ વાત પરથી લગાડી શકાય છે. શહેરના વાસણા રોડ પર આવેલા ડી માર્ટ ચાર રસ્તાથી ગોત્રી તરફ જવાના રસ્તે સ્વામીનારાયણ મંદિર આવેલું છે. સ્વામીનારાયણ મંદિર પાછળ યોગી નગર સોસાયટી આવેલી છે. આજે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ અહિંયાથી પસાર થતી મહિલાનો અછોડો અજાણ્યા વાહન સવાર તોડીને ફરાર થયા છે. ઘટના સામે આવતા અછોડો તુટવાની ઘટના અંગે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી છે. જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી જઇને મામલાની તલસ્પર્શી તપાસ હાથ ધરી છે.

શહેરમાં તહેવાર નજીક આવતા વધતી જતી ચોરી, તથા લૂંટની ઘટનાઓ સામે પોલીસ કડક કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠી છે નહિ તો આવનારા સમયમાં અનેક પરિવારોને તહેવાર બગડી શકે તેમ છે.

Advertisement

Share

Related posts

કરજણના કંબોલા ગામની સીમમાંથી પસાર થતાં રેલવે પ્રોજેકટની કામગીરી દરમિયાન મહાકાય ક્રેન બ્રીજ પર તૂટી.

ProudOfGujarat

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ખેડા જિલ્લો વિઝન -૨૦૪૭ આયોજન માટે બેઠક યોજાઈ

ProudOfGujarat

નર્મદા સુગર દ્વારા ગરમીના કારણે મળશ્કે શેરડી કાપણીનું અભિયાન શરૂ કરાયુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!