Proud of Gujarat
INDIAFeaturedGujarat

વડોદરાની સરકારી હોસ્પિટલોમાં દર્દીની સુરક્ષાની ખુલી પોલ, ગોત્રી જનરલ હોસ્પિટલમાં વધુ એક વખત ચોરી.

Share

વડોદરામાં સરકારી હોસ્પિટલમાં દર્દીઓ કેટલા અંશે સુરક્ષિત છે તેની પોલ વધુ એક વખત છતી થઇ છે, જેમાં ગોત્રી ખાતે આવેલ જનરલ હોસ્પિટલમાં વધુ એક વખત ચોરીની ઘટના બનતા ખળભળાટ મચ્યો છે. આ વખતે ICU વોર્ડ માંથી રોકડ અને દાગીનાની ચોરી થઇ હોવાનું સામે આવ્યું છે, જે બાદ દાખલ દર્દીનાં સ્વજનોએ પોલીસને જાણ કરતા ગુનો દાખલ કરાયો છે.

મહત્વની બાબત છે કે ત્રણ મહિના અગાઉ પણ ઓપરેશન થિયેટરમાંથી કીંમતી લેન્સની ચોરી થઇ હતી. લેન્સ ચોરીના આરોપીઓને આજદિન સુધી પોલીસ પકડી શકી નથી. જે બાદ વધુ એકવાર ચોરીની ઘટના સામે આવતા દર્દીઓ અને પરિવાર જનોમાં ફફડાટ છવાયો છે, ત્યારે મામલા અંગે હાલ પોલીસે પણ ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

Share

Related posts

નમાજના વિવાદ વચ્ચે અમદાવાદની કેલોરેક્સ સ્કૂલ બંધ, DEO એ સ્કૂલ પાસે ખુલાસો માંગ્યો

ProudOfGujarat

લોક ડાઉનમાં છૂટછાટનાં પગલે નબીપુર દયાદરા માર્ગ ઉપર હેઝાડર્સ વેસ્ટ ભરેલી ગાડીઓનાં વહનથી ગ્રામ્ય પ્રજા ત્રાહિમામ.

ProudOfGujarat

ખેતરમાં દીપડો પાંજરે પુરાયો, નવી તરસાલી વસાહતમાં ભયમાંથી મળી રાહત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!