Proud of Gujarat
INDIAFeaturedGujarat

વડોદરાની સરકારી હોસ્પિટલોમાં દર્દીની સુરક્ષાની ખુલી પોલ, ગોત્રી જનરલ હોસ્પિટલમાં વધુ એક વખત ચોરી.

Share

વડોદરામાં સરકારી હોસ્પિટલમાં દર્દીઓ કેટલા અંશે સુરક્ષિત છે તેની પોલ વધુ એક વખત છતી થઇ છે, જેમાં ગોત્રી ખાતે આવેલ જનરલ હોસ્પિટલમાં વધુ એક વખત ચોરીની ઘટના બનતા ખળભળાટ મચ્યો છે. આ વખતે ICU વોર્ડ માંથી રોકડ અને દાગીનાની ચોરી થઇ હોવાનું સામે આવ્યું છે, જે બાદ દાખલ દર્દીનાં સ્વજનોએ પોલીસને જાણ કરતા ગુનો દાખલ કરાયો છે.

મહત્વની બાબત છે કે ત્રણ મહિના અગાઉ પણ ઓપરેશન થિયેટરમાંથી કીંમતી લેન્સની ચોરી થઇ હતી. લેન્સ ચોરીના આરોપીઓને આજદિન સુધી પોલીસ પકડી શકી નથી. જે બાદ વધુ એકવાર ચોરીની ઘટના સામે આવતા દર્દીઓ અને પરિવાર જનોમાં ફફડાટ છવાયો છે, ત્યારે મામલા અંગે હાલ પોલીસે પણ ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

Share

Related posts

ભરૂચ ના ગાંધીબજાર.ચાર રસ્તા .ફાટા તળાવ.સહિત ના વિસ્તાર માં બિસ્માર બનેલા રોડ.રસ્તા અને ગંદકી મુદ્દે સ્થળ મુલાકાતે ગયેલ પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર નો લોકોએ ઘેરાવો કરતા એક સમયે માહોલ ગરમાયો હતો…

ProudOfGujarat

અંકલેશ્વર નજીક ને.હા.પર ટ્રક રોડ સાઇડ પર ઊભી રાખી સૂતેલા એક ડ્રાઈવર ઉપર અગમ્ય કારણોસર અજાણ્યા ઈસમોએ ચપ્પા વડે હુમલો કરી ફરાર થઇ ગયા હતા.

ProudOfGujarat

ભરૂચ વાલીયા તાલુકાના કોંઢ ગામ ખાતે ૨ વ્યક્તિ તળાવમાં ડૂબ્યા, એકની લાશ મળી અન્ય એકની શોધખોળ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!