Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાના વારસીયા વિસ્તારમાં ખાડામાં પડેલ બાળકનું રેસ્ક્યુ કરાયું.

Share

વડોદરા શહેરના વારસીયા વિસ્તારમાં આવેલા સરસીયા તળાવની સામે જમનેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં ખાડામાં પડી ગયેલા બાળકને ભારે જહેમત બાદ ફાયરના લાશ્કરો એ સ્થાનિક લોકોના મદદથી રેસ્ક્યુ કરી હોસ્પિટલમાં ખસેડ્યું છે. જેસીબી મશીનથી ખાડાની બાજુમાં અન્ય ખાડો ખોદીને ફાયરના લાશકરો એ તે ખાડામાં ઉતરીને બાળકને રેસ્ક્યુ કરી એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડ્યું છે. બનાવને લઈને લોકટોળાં સ્થળ પર એકત્ર થતાં પોલીસના સ્ટાફે સ્થળ પર પહોંચીને કામ વગરના લોકોને ઘટના સ્થળથી હટાવીને રેસક્યુ કામગીરીમાં મદદ કરી હતી. ખાડામાં પડનાર બાળકનું નામ અરુણ માવી હોવાની વિગત સામે આવી છે. આ બાળકનું પરિવાર હાલ મંદિરમાં નિર્માણ કાર્ય માટે મજૂરીનું કામ કરી રહ્યું હતું તે પહેલા આ બનાવ બન્યો હોવાની વિગતો પોલીસ તપાસમાં બહાર આવી છે.

Advertisement

Share

Related posts

ભરૂચમાં શુક્રવારે રાત્રે તસ્કરોએ રમી T20 ઇનિંગ! ફલશ્રુતિ નગર, અમરદીપ કોમ્પલેક્ષ, સાકાર કોપલેક્ષની દુકાનોના તાળા તોડી પોલીસને ફેંક્યો ખુલ્લો પડકાર..

ProudOfGujarat

ભરૂચની સદવિદ્યા મંડળ સંચાલિત એસવીએમ શાળા હાયર સેકન્ડરી અને સેકન્ડરી ગુજરાત એજ્યુકેશન બોર્ડ સાથે સંલગ્ન છે.

ProudOfGujarat

ડાકોરમાં રખડતા પશુએ અડફેટે લેતાં ૧૫ લોકો ઇજાગ્રસ્ત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!