Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા એમ.એસ. યુનિવર્સિટીમાં બે વિદ્યાર્થી જૂથ વચ્ચે મારામારી

Share

મળતી વિગતો પ્રમાણે બે દિવસ પહેલા યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીના જર્મન વિભાગમાં વિદ્યાર્થીઓના એક જૂથે તાળાબંધી કરી હતી. આ મુદ્દે વિભાગના વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે મતભેદો હતા. એક જૂથે તાળાબંધીનો વિરોધ પણ કર્યો હતો. આમ છતા બિહારી વિદ્યાર્થીઓના જૂથે તાળાબંધી કરી હતી. એ પછી જર્મન વિભાગના વોટસએપ ગ્રુપમાં આ બે જૂથોના વિદ્યાર્થીઓ વચ્ચે માથાકૂટ થઈ હતી. શુક્રવારની રાત્રે સમાધાન માટે ફતેગંજ વિસ્તારમાં વિદ્યાર્થીઓ ભેગા થયા હતા અને બિહારી વિદ્યાર્થીઓના જૂથ સાથે સમાધાન માટે સામેના જૂથે અન્ય એક વિદ્યાર્થીની મદદ લીધી હતી. યુનિવર્સિટીના હોસ્ટેલ કેમ્પસમાં આ બે જૂથો સમાધાન માટે ભેગા થયા હતા અને કોઈક વાતે મારામારી શરૂ થઈ ગઈ હતી. વિદ્યાર્થીઓના બે જૂથે એક બીજા પર પથ્થરમારો કરતા હોસ્ટેલ કેમ્પસમાં દોડધામ મચી ગઈ હતી. આ દરમિયાન સમાધાન કરવા માટે બોલાવેલા વિદ્યાર્થી પર પણ બિહારી વિદ્યાર્થીઓના જૂથે હુમલો કર્યો હતો. જ્યારે બિહારી વિદ્યાર્થીઓના જૂથના એક વિદ્યાર્થીને પણ અથડામણમાં ઈજા થઈ હતી. આ બંને વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. પોલીસ આવી પહોંચતા મારામારી કરી રહેલા વિદ્યાર્થીઓમાં નાસભાગ મચી ગઇ હતી. મારામારીના બનાવને પગલે પોલીસે બોઇઝ હોસ્ટેલમાં ચેકિંગ હાથ ધરતા મોટાભાગના વિદ્યાર્થીઓ હોસ્ટેલ છોડી રવાના થઇ ગયા હતા. જોકે, પોલીસે મારામારીના આ બનાવમાં બે વિદ્યાર્થીઓને પકડી લીધા હતા.

Advertisement

Share

Related posts

ટર્નોપિલથી પોલેન્ડ બોર્ડર પર હજારો ભારતીયોનો જમાવડો, પોલેન્ડના તંત્ર દ્વારા પ્રવેશ ન આપતા હાલાકી.

ProudOfGujarat

નર્મદા નદીને ફરી શહેરના કિનારે લાવવા માછી સમાજ દ્વારા આંદોલન છેડાયું, વિવિધ સુત્રોચ્ચાર કરી વાતાવરણ ગજવી મુક્યું હતું.

ProudOfGujarat

ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાજપારડી અને ઝઘડિયા પોલીસ મથકોના ગુના હેઠળ નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!