Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાની સેન્ટ્રલ જેલમાં વધુ એક કેદી મોબાઇલ ફોન સાથે ઝડપાયો

Share

વડોદરા મધ્યસ્થ જેલમાં ફરી એક વખત કાચા કામના કેદી પાસેથી મોબાઇલ ફોન મળી આવતા જેલની સુરક્ષા બાબતે સવાલો ઊભા થયા છે. વડોદરા મધ્યસ્થ જેલના જેલરે ફરિયાદમાં કહ્યું હતું કે, ગતરોજ ઝડતી સ્કવોર્ડ સાથે પીઆઈ તથા જનરલ સુબેદારએ સર્કલ વિભાગ યાર્ડ નંબર સાતની બેરેક નંબર 4 માં કેદીઓની ઝડતી લીધી હતી. જેમાં કાચા કામના આરોપી હૈદરઅલી રફીકસા દિવાન (રહે- ભરૂચ) પાસેથી કમરના ભાગે છુપાવી રાખેલ મોબાઈલ ફોન મળી આવ્યો હતો. ફરિયાદના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ જાહેરનામા ભંગ તથા કેદી અધિનિયમ હેઠળ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે નોંધનીય છે કે, કેદીઓ પાસેથી મળી આવતા મોબાઇલ ફોન કેવી રીતે તેમની પાસે પહોંચે છે તે દિશામાં પ્રશાસન કડકાઈ ક્યારે દાખવશે ?

Advertisement

Share

Related posts

રાહુલ ગાંધીના કેસમાં હાઈકોર્ટના ચુકાદા બાદ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, ગાંધી આશ્રમ પાસે મૌન ધરણાં યોજ્યા

ProudOfGujarat

સરકારી જમીન પર દબાણ કરી ઘરો બનાવ્યા હતા.12જેટલા લોકોએ સરકારી જમીન પર દબાણ કર્યું હતું.

ProudOfGujarat

વિવેક રંજન અગ્નિહોત્રીને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ‘GIFA ગોલ્ડન એવોર્ડ’થી સન્માનિત કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!