Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : કરજણ તાલુકાના કલ્લા ગામના છછવા વગામાંથી દારૂનો જથ્થો ઝડપાયો.

Share

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ક્લ્લા ગામના છછવા વગામાથી કરજણ પોલીસે દારૂનો મસમોટો જથ્થો ઝડપી પાડતા દારૂનો ગેરકાયદેસર વેપલો કરતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કરજણ પોલીસ મથકના પો.કો. સંજયભાઈ વિનોદભાઈ તથા પો.કો. અજયસિહ દાદુભાઈને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે કરજણ તાલુકાના કલ્લા ગામે રહેતા કાજલ ઉર્ફે કામીલ મહેબુબભાઈ ચૌહાણ તથા સોહિલ ઉર્ફે ભોલો મહેબુબભાઈ ચૌહાણ બંને સગા ભાઈ થતા હોય તેઓએ ભેગા મળી પોતાના મળતિયાઓ મારફતે કલ્લા ગામની સીમમાં છછવા વગામાં પોતાના મોટા બાપુ સીકદરભાઈ અહમદભાઈ ચૌહાણ રહે.કલા તા.કરજણ જી.વડોદરા નાઓના સુઢીયાવાળા ખેતરમાં ભારતીય બનાવટના પરપ્રાંતીય ઈંગ્લીશ દારૂનો મોટો જથ્થો ઉતારેલ છે.

બાતમીવાળી જગ્યાએ પોલીસે રેઇડ કરતા ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂની નાની-મોટી કુલ બોટલ નંગ-૧૪૨૩ જેની કુલ કીમત રૂપિયા ૫,૧૪,૩૦૦ નો પ્રોહી મુદ્દામાલ મળી આવ્યો હતો. પરંતુ સ્થળ ઉપર બંને ઈસમો હાજર ન મળી આવતા પોલીસે તેઓના વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

યાકુબ પટેલ, કરજણ


Share

Related posts

પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને 10 લાખથી વધુના મુદ્દા માલ સાથે ઝડપી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ

ProudOfGujarat

ભરૂચ : નંદેલાવ ફ્લાયઓવર બ્રિજનો એક ભાગ ધરાશાયી થતાં ત્રણ વાહનોને નુકસાન.

ProudOfGujarat

નડિયાદ તાલુકાનાં જોરાપુરામાં કાદવવાળા રસ્તે ટેન્કર ફસાયુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!