Proud of Gujarat
FeaturedGujaratINDIA

કરજણનાં મારુતિ પ્લાઝામાં રહેણાંક ફ્લેટમાં આગ લાગતા અફરાતફરી મચી

Share

વડોદરા જિલ્લાના કરજણ નગરમાં આવેલી મારુતિ પ્લાઝા આરોગ્યમ હોસ્પિટલના ઉપરના ફ્લોર ઉપર રહેણાંક ફ્લેટમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. ગતરોજ રહેણાક ફ્લેટમાં રાત્રીના આગની ઘટના બનતા કરજણ ફાયર વિભાગને જાણ કરાઇ હતી. આગની જાણ થતા કરજણ ફાયર વિભાગના કર્મીઓ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. ફાયર કર્મીઓ અલગ અલગ બે ટીમ વિભાજિત થઈ તાત્કાલિક પર્સનલ વાહનથી ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા ફાયર કર્મીઓએ આગ પર કાબૂ મેળવી લઇ મોટી દુઘર્ટના બનતા અટકાવી હતી.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

સુરત અને તાપી જિલ્લાના ૧૫૦ જેટલા સુમુલ પાર્લરો અને આઉટલેટ્સ પરથી તા.૧૫ થી એ.પી.એમ.સી.ના ઉત્પાદનો ખરીદી શકાશે

ProudOfGujarat

સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે દ્વિ દિવસીય નેશનલ જ્યૂડિશિયલ કોન્ફરન્સનો પ્રારંભ.

ProudOfGujarat

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ સર્વે : મહામારી પછી પ્રવાસ વીમો લેવાના પ્રમાણમાં 76 ટકાની વૃદ્ધિ નોંધાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!