Proud of Gujarat
FeaturedGujaratINDIA

સ્કૂલો-કોલેજોમાં શિક્ષણ બંધ રાખવાનો આદેશ છતા વડોદરાના MSU ના ઈગ્નો સેન્ટર પર પરીક્ષા લેવાઈ

Share

બિપારજોય વાવાઝોડાના કારણે વડોદરામાં આજે તમામ સ્કૂલો અને કોલેજોમાં શિક્ષણકાર્ય બંધ રાખવાનો ગુરૂવારે જ કલેકટરે આદેશ આપી દીધો હતો. આમ છતા એમ.એસ.યુનિવર્સિટીમાં આવેલા ઈગ્નો(ઈન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટી)ના સેન્ટરમાં આજે પરીક્ષા લેવામાં આવી હતી. વિદ્યાર્થીઓ સૂસવાટા મારતા પવનો તેમજ વરસાદ વચ્ચે પરીક્ષા આપવા માટે આવ્યા હતા.

યુનિવર્સિટીના જનરલ એજ્યુકેશન બિલ્ડિંગ ખાતે ઈગ્નોનુ સેન્ટર આવેલુ છે. જ્યાં સેંકડો વિદ્યાર્થીઓ વિવિધ કોર્સમાં ડિસ્ટન્સ લર્નિંગથી અભ્યાસ કરી રહ્યા છે. જેમની પરીક્ષા આ સેન્ટર પર લેવાતી હોય છે.

Advertisement

યુનિવર્સિટીના પ્રવક્તાનુ કહેવુ હતુ કે, ઈગ્નો એક સેન્ટ્રલ યુનિવર્સિટી છે. જેનુ સંચાલન કેન્દ્રીય સ્તરેથી થાય છે. અમે ઈગ્નોને ગઈકાલે રાત્રે કલેકટર તરફથી અપાયેલા આદેશની જાણ કરી હતી. જોકે તેમના તરફથી કોઈ જવાબ નહીં મળતા આખરે અમારે પરીક્ષા લેવી પડી હતી. કારણ કે આ પરીક્ષાનુ આયોજન સમગ્ર ભારતમાં એક જ તારીખે અને એક જ સમયે થતુ હોય છે.


Share

Related posts

ગોધરા શહેરના ગાર્ડન રોડ પર આવેલી દિવાલ ધસી પડી.જાનમાલનુ કોઈ નુકશાન નહી

ProudOfGujarat

લોકડાઉન પ્રથમ દિવસ પંચમહાલ જિલ્લામાં ગોધરા સહિતના શહેરોમાં લોકડાઉનનો ચુસ્ત અમલ

ProudOfGujarat

પંચમહાલ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોરોનાનાં માહોલમાં જનતાનાં વિવિધ પ્રશ્નોને લઇ જીલ્લા કલેકટરને આવેદન આપ્યું .

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!