Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાના વાડી વિસ્તારમાં મકાનની છતનો કેટલો ભાગ તૂટી પડતા ભાગદોડ

Share

વડોદરા શહેરના વાડી વિસ્તારમાં આવેલા શાસ્ત્રી બાગ પાસે બે મજલી મકાનની છતનો કેટલોક ભાગ ગઈ મોડી રાત્રે તૂટી પડતા ફાયર બ્રિગેડના જવાનો એ સ્થળ પર પહોંચી જઈ કામગીરી હાથ ધરી હતી સદનસીબે કોઈને ઈજા પહોંચી નથી.

વાડી શાસ્ત્રી બાગ પાસેના બે મજલી મકાનનો છતનો કેટલોક ભાગ ગઈ રાત્રે તૂટી પડતા લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા આ બે મજલી મકાનમાં રહેનારા લોકો માં ગભરાટ ફેલાયો હતો છતનો કેટલોક ભાગ તૂટી પડતા મકાનમાં રહેનારા પરિવારજનો બહાર દોડી આવ્યા હતા સદનસીબે કોઈને પણ ઇજા પહોંચી ન હતી જેથી વહીવટી તંત્ર એ રાહતનો શ્વાસ લીધો હતો.

Advertisement

આ બનાવની જાણ થતા વડોદરા ફાયર બ્રિગેડના જવાનોની ટીમે ઘટના સ્થળે પહોંચી જઈ કામગીરી હાથ ધરી હતી ત્યારબાદ કોર્પોરેશનના નિર્ભયતા શાખા ને જાણ કરી જર્જરીત થઈ ગયેલા મકાન માટે જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું હતું


Share

Related posts

મોટર વ્હીકલ એક્ટ 2019 મુજબ સરકારે ગુજરાતમાં ૪૦૦થી ૯૦૦ ટકાના જંગી દંડ વધારાની જાહેરાત કરી છે, આ દંડ જાહેર કર્યા બાદ ગુજરાતની ભાજપ સરકાર વારંવાર એવું રટણ કરી રહી છે કે, સરકારને દંડની રકમમાં કોઈ રસ નથી, લોકોની સલામતી માટે કાયદો છે.

ProudOfGujarat

ભરૂચના વેજલપુરમાં પાણી માટે હાલાકી: સમય બદલાતા 10 હજારથી વધુ લોકો પરેશાન

ProudOfGujarat

માંગરોળ : કંટવાવ ગામના નવનિર્મિત ભગવાન કરુણાસાગર મંદિરે ત્રિદિવસીય પટ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!