Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા જિલ્લાનાં વલણ જિલ્લા પંચાયત તેમજ કોલીયાદ તાલુકા પંચાયતની બેઠકનાં ભાજપનાં ઉમેદવારોએ ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો.

Share

વડોદરા જિલ્લાના વલણ જિલ્લા પંચાયતના ભાજપનાં ઉમેદવાર તેમજ કોલીયાદ તાલુકા બેઠકના ઉમેદવારે ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ચૂંટણી પ્રચારમાં પણ તેજી જોવા મળી રહી છે. ભાજપ તેમજ કોંગ્રેસ પક્ષના ઉમેદવારો પોતાના મત વિસ્તારના મતદારોનો ડોર ટુ ડોર સંપર્ક કરી મતદરોને રીઝવવાના પ્રયાસોમાં લાગી ગયા છે.

વલણ જિલ્લા પંચાયતના તેમજ કોલીયાદ તાલુકા બેઠકના ભાજપના ઉમેદવાર અનુક્રમે વાજિદ સંધિ તેમજ લતાબેન પટેલે કોલીયાદ ગામમાં ડોર ટુ ડોર મતદારોનો સંપર્ક કરી ભાજપને મત આપી વિજયી બનાવવા અપીલ કરી હતી. મિડીયા સમક્ષ નિવેદનમાં ભાજપના ઉમેદવાર લતાબેન પટેલે જણાવ્યું હતું કે દરેક અમોને મતદારોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને વલણ જિલ્લાની બેઠક તેમજ કોલીયાદની તાલુકા બેઠક પર તેઓએ ભાજપ વિજયી બનશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

યાકુબ પટેલ : કરજણ

Advertisement

Share

Related posts

વિરમગામ ના દસલાણા ગામ પાસે ઘાયલ થયેલ મોરને જીવદયા પ્રેમીઓએ સારવાર આપી જીવ બચાવ્યો.

ProudOfGujarat

ભરૂચમાં એક સ્કૂલના ટ્રસ્ટીએ શિક્ષિકા પર નજર બગાડતા છેડતીની ફરિયાદ નોંધાઈ

ProudOfGujarat

મકરસંક્રાંતિના તહેવારમાં હાઇડ્રોજન એક્‍સપ્‍લોઝીવ ગેસ સીલીન્‍ડરથી ગેસબલુનના વેપાર પર પ્રતિબંધ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!