Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાનાં ગણેશપુરામાં 10 થી 12 લોકોને બચકાં ભરનાર કપિરાજ પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો

Share

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ગણેશપુરા ગામમાં કપિરાજનો આતંક જોવા મળ્યો છે. ગામના 10 થી 12 લોકોને વાનરે બચકાં ભરતા વનવિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી. આથી ટીમે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી બચકાં ભરનારા કપિરાજને ગણતરીના કલાકોમાં જ પાંજરે પૂરી દેતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

મળતી માહિતી મુજબ, વાઘોડિયાના ગણેશપુરા ગામમાં છેલ્લા ઘણા દિવસથી કપિરાજ તોફાની બની જતા આતંક મચાવ્યો હતો. તોફાની વાંદરાએ ગ્રામજનો પર હુમલો કરી 10 થી 12 લોકોને બચકાં ભર્યા હતા. આથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને ઘરમાંથી બહાર નીકળવાનું પણ બંધ કરી દીધું હતું. આ મામલે વડોદરા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. આથી વન વિભાગની એક ટીમ ગામમાં પહોંચી હતી અને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું.

Advertisement

તોફાની વાંદરાને પાંજરે પુરવા માટે વન વિભાગની ટીમે પાંજરું ગોઠવ્યું હતું. જોકે, ગણતરીના સમયમાં જ તોફાની વાંદરો પાંજરે પૂરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. પાંજરે પૂરાયેલા તોફાની વાંદરાને જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. વન વિભાગ દ્વારા વાંદરાને તેના વાતાવરણમાં મુક્ત કરવામાં આવશે એવી માહિતી આપી હતી.


Share

Related posts

ભરૂચ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ પદમાબેનના કાર્યાલયનું ઉદઘાટન …!

ProudOfGujarat

નાના રાયપરાના યુવાને ઝેરી દવા પી જઈ આત્મ હત્યા કરતા યુવાનનું મોત

ProudOfGujarat

ગુજરાત સરકાર દ્વારા શ્રેષ્ઠ કામગીરી માટે APMC કોસંબાને મુખ્યમંત્રીનાં હસ્તે એવોર્ડ એનાયત કરાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!