Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં નશામાં ધૂત મહિલા કારચાલકે મધરાતે અન્ય કાર સાથે અકસ્માત સર્જ્યો, લોકો અને પોલીસ સાથે ઝપાઝપી કરી ગાળો બોલી

Share

વડોદરાના ગોત્રી ગોકુળનગર પાસે ગત મોડી રાતે એક મહિલા કારચાલકે નશામાં ધૂત થઈને અકસ્માત સર્જ્યો હતો. આથી લોકોનું ટોળું ભેગું થયું હતું. મહિલા નશામાં હોવાની જાણ થતા લોકોએ પોલીસને બોલાવી હતી. દરમિયાન મહિલાએ લોકો અને પોલીસ સાથે ઝપાઝપી કરી ગાળો ભાંડી હતી. આથી મહિલા પોલીસે આરોપી મહિલાને વાનમાં બેસાડીને ગોત્રી પોલીસ સ્ટેશનમાં લાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વડોદરાના ગોત્રી ગોકુળનગર પાસે ગત મોડી રાતે લગભગ બે વાગ્યાની આસપાસ એક કારચાલક મહિલાએ અન્ય એક કાર સાથે અકસ્માત સર્જયો હતો. આથી લોકોનું ટોળું એકત્ર થયું હતું. મહિલાએ અન્ય કારમાં સવાર અને ત્યાં ભેગા થયેલા લોકોને ગાળો બોલવાનું શરૂ કર્યુ હતું. આથી આ અંગે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ગોત્રી પોલીસ સ્ટેશનની એક ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જોકે, મહિલાએ પોલીસ સાથે પણ ઝપાઝપી કરી ગાળો બોલી હતી.

Advertisement

મહિલા પોલીસે આરોપી મહિલાને વાનમાં બેસાડીને ગોત્રી પોલીસ સ્ટેશન લાવી હતી અને મહિલાએ નશો કર્યો હોવાથી તેની વિરુદ્ધ ગુનો નોંધી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી. પૂછપરછમાં આરોપી મહિલાનું નામ 41 વર્ષીય મોના ચંદ્રકાંતભાઇ હિંગુ હોવાની જાણ થઈ હતી.


Share

Related posts

અંકલેશ્વર શહેરના સામાજિક કાર્યકરો દ્વારા યુપીના અલીગઢમાં બાળકીની કરપીણ હત્યા અને ઝઘડિયા તાલુકાના દુષ્કર્મ મુદ્દે અંકલેશ્વર મામલતદારને આવેદન પત્ર પાઠવાયું હતું.

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામ ખાતે આવેલ એક બંધ મકાનમાં ત્રણ લાખની ચોરી થતાં ચકચાર મચી જવા પામી છે

ProudOfGujarat

ઓલપાડ પોલીસ મથકના બીટ જમાદાર ઉપર સસ્પેન્ડનો કોરડો વિંઝતા જિલ્લા પોલીસ વડા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!