Proud of Gujarat
FeaturedGujaratINDIA

કરજણ તાલુકાના કિયા ગામના પાટિયા પાસેથી વડોદરા રૂરલ એલ.સી.બી પોલીસે છ લાખ ઉપરાંતનો દારૂનો જથ્થો ઝડપી પાડયો.

Share

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કિયા ગામના પાટિયા પાસેથી વડોદરા રૂરલ એલ સી બી પોલીસે છ લાખ ઉપરાંતનો ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક બુટલેગરની ધરપકડ કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વડોદરા રૂરલ એલ સી બી પોલીસને બાતમી મળી હતી કે એક ટ્રકમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરી ટ્રક વડોદરા તરફ આવી રહી છે. જે બાતમીના આધારે પોલીસે કિયા ગામના પાટીયા સામે રાયકા મહાદેવ હોટલની આગળ ભરૂચ થી વડોદરા તરફ આવતા ને.હા નં.૪૮ ઉપર થી ટ્રક નંબર HR-39-C-6466 માં ભારતીય બનાવટનો વિદેશી દારુની પેટી હતી.

જે નંગ-૧૨૯ જેમા કુલ બોટલ નંગ ૧૫૪૮ કિ.રૂ. ૬,૧૯,૨૦૦/- નો તથા મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂા. ૫૦૦/- તથા ટ્રક નં કિ.રૂા. દસ લાખ મળી કુલ કી રૂ. ૧૬,૧૯,૭૦૦/- ના મુદામાલ સાથે અવતારસિંહ જગીરસિંહ ચૌહાણ રહે.બકાના શરીફ ગઢ તા.શાહબાદ માર્કડા જી.કુરૂક્ષેત્ર હરીયાણાનો ઝડપાઈ ગયો હતો. તેમજ કુલદીપ નામનો માણસ રહે. અંબાલા તથા તપાસમા જણાઇ આવે તેઓ તમામ વિરૂધ્ધમા પ્રોહી એક્ટ હેઠળ કરજણ પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવ્યો છે.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

જંબુસર રેફરલ હોસ્પિટલમાં સ્લેબ ધરાશાયી થતા દર્દીઓ મુંજવણમાં, સદનસીબે મોટી દુર્ઘટના ટળી

ProudOfGujarat

SSC બોર્ડની પરીક્ષા માટે નાંદોદનું પ્રતાપનગર કેન્દ્ર બંધ કરાતા વાલીઓએ આંદોલનની ચીમકી આપી.

ProudOfGujarat

शाहरुख खान की मीर फाउंडेशन, अतीजीवन फाउंडेशन और न्यू होप अस्पताल एक मुफ्त प्लास्टिक सर्जरी चिकित्सा शिविर का करेंगे आयोजन!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!