Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : GST ની ક્રેડિટ મેળવવા માટે બોગસ પેઢી ઊભી કરવાના કૌભાંડમાં વધુ બે પકડાયા

Share

જીએસટીની ક્રેડિટ મેળવવા માટે બોગસ કંપનીઓ ઉભી કરી ખોટા ડોક્યુમેન્ટસ રજૂ કરવાના કૌભાંડમાં વડોદરા પોલીસના ઇકો સેલે વધુ બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.

જીએસટીની ક્રેડિટ મેળવી સરકારમાં ક્લેમ કરવા માટે બોગસ પેઢીઓ બનાવી કોઈપણ જાતના આર્થિક વ્યવહાર નહીં થયા હોવા છતાં આર્થિક વ્યવહારના બોગસ ઇનવોઈસ અને અન્ય ડોક્યુમેન્ટ રજૂ કરવાનું કૌભાંડ પકડાતા વડોદરા ક્રાઈમ બ્રાન્ચે એક વર્ષ પહેલા ગુનો નોંધ્યો હતો.

આ ગુનાની તપાસ ઇકો સેલને સોંપવામાં આવી છે અને કૌભાંડમાં સામેલ આરોપીઓની ધરપકડોનો દોર ચાલુ રહ્યો છે. આ પ્રકરણમાં આલ્ફા એન્ટરપ્રાઇઝ નામની પેઢી ઊભી કરી સરકારને આર્થિક નુકસાન પહોંચાડવા માટે બોગસ ક્લેઈમ કરનાર નિખિલ રમેશભાઈ મિસ્ત્રી (વેદાંત રેસીડેન્સી, નારાયણ સ્કૂલ પાસે,વાઘોડિયા રોડ) અને આસિફ યુસુફભાઈ છીપા (ચિસ્તિયા મસ્જિદ પાછળ,હરણી રોડ) ની ધરપકડ કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

અભિનેત્રી કશિકા કપૂરે ફાસ્ટ બુકરથી પીડિત થયા પછી પણ તેની પ્રથમ ફિલ્મ આયુષ્મતી ગીતા મેટ્રિક પાસમાં આટલો જોરદાર મોનોલોગ આપ્યો

ProudOfGujarat

આઝાદી કા અમૃત મહોત્સવ દેશની આઝાદીનાં ૭પ વર્ષની ઉજવણીને અનુલક્ષી ગોધરા ખાતે કલેકટરનાં અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ.

ProudOfGujarat

ગણેશ વટારીયા ચેરમેનના વિરોધમા યોજાયેલ ધારણાનો કાર્યક્રમ ફ્લોપ સાબિત થયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!