Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાના જુના પાદરા રોડની સોસાયટીમાં વૈભવી બંગલામાં ચાલતું કુટણખાનું ઝડપાયું

Share

વડોદરા શહેરમાં પોશ એરિયામાં વૈભવી બંગલો ભાડે રાખી પરપ્રાંતિય યુવતીઓ મારફતે કુટણખાનું ચલાવવાના રેકેટનો મહિલા પીઆઈ અને ટીમે પર્દાફાશ કર્યો છે. પોલીસે ચાર યુવતીઓને છોડાવી એક દલાલની અટકાયત કરી છે.

જુના પાદરા રોડની શાંતિ કુંજ સોસાયટીના મનહર ગોળવાળાના આત્રેય બંગલામાં પરપ્રાંતીય યુવતીઓને લાવી કુટણખાનું ચલાવવામાં આવી રહ્યું હોવાની માહિતી મળતા એનટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે દરોડો પાડયો હતો.

Advertisement

પોલીસે ચાર પરપ્રાંતીય યુવતીઓને છોડાવી બંગલામાં રહેતા મોહમ્મદ સૈફુદ્દીન કમરૂદ્દીન (મુર્શીદાબાદ, પશ્ચિમ બંગાળ) ને ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક તપાસમાં ચારેક મહિનાથી વૈભવી બંગલો ભાડે રાખી કુટણખાનું ચલાવવામાં આવતું હોવાની વિગતો ખુલી હતી.


Share

Related posts

ખેલ મહાકુંભ ૨૦૧૯ નો આરંભ

ProudOfGujarat

ભરૂચ : તવરા ગામના મંદિરોમાં સ્થપાયેલા જવારાનું નર્મદાના નીરમાં વિસર્જન કરાયું.

ProudOfGujarat

ઘર આંગણે બકરા ગંદકી કરી જવા મુદ્દે તકરાર, કાકાનો ભત્રીજા પર હુમલો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!