Proud of Gujarat
FeaturedGujaratINDIA

કરજણ પોલીસ મથકની હદમાંથી ઝડપાયેલા બે કરોડ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો.

Share

વડોદરા જિલ્લાના કરજણ પોલીસ મથકની હદમાં ઝડપાયેલા ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાનો વહીવટી તેમજ પોલીસ અધિકારીઓની હાજરીમાં બુલડોઝર ફેરવી દઇ નાશ કરવામાં આવ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કરજણ પોલીસ મથકની હદમાંથી ગત તા.૬/૦૨/૨૦૨૩ થી તા.૧૨/૧૦/૨૦૨૩ સુધીમાં પકડાયેલો વિદેશી દારૂનો જથ્થો જેમાં નાની મોટી દારૂ બિયરના નંગ કુલ ૧,૪૪,૭૭૯ જેટલી બોટલો જેની કિંમત ૨,૩૮,૮૩,૮૨૦/ ના વિદેશી દારૂના જથ્થાને એક બંધ પડેલી કંપનીના મેદાનમાં પાથરી દેવામાં આવ્યો હતો.

ત્યારબાદ દારૂના જથ્થા ઉપર બુલડોઝર ફેરવી દઇ દારૂના જથ્થાને નાશ કરવામાં આવ્યો હતો. કરજણ પ્રાંત અધિકારી, મામલતદાર, નશાબંધી આબકારી ખાતાના અધિકારી, ડભોઇ સર્કલ નાયબ પોલીસ અધિક્ષક તેમજ કરજણ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર એ કે ભરવાડની હાજરીમાં દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

ભરૂચ : શિકાગો સુન્ની મુસ્લિમ કમિટી દ્વારા ખંભાતની એક ગરીબ મુસ્લિમ પરિવારની દીકરીને લગ્ન પ્રસંગમાં મદદરૂપ બની સેવાભાવી કાર્ય કર્યું…

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના રાજપારડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જયાબેન મોદી હોસ્પિટલના ઉપક્રમે ઓર્થોપેડિક કેમ્પ યોજાયો.

ProudOfGujarat

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ તેની IL TakeCare એપ દ્વારા હીટવેવ એડવાઈઝરી જારી કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!