Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : કરજણ તાલુકાના વલણ ખાતે ઇદ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો.

Share

કરજણ તાલુકાના વલણ ગામના તાલુકા પંચાયત સદસ્ય મોહસીન જોલીના નિવાસસ્થાને ઇદ પ્રસંગે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. મુસ્લિમ સંપ્રદાયના પવિત્ર પર્વ ઈદુલ અઝહાની મુસ્લિમ સંપ્રદાયના લોકો દ્વારા ઉલ્લાસભેર ઉજવણી કરાઇ રહી છે ત્યારે કરજણ તાલુકાના વલણ ખાતે એક સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં કરજણ બેઠકના ભાજપના ધારાસભ્ય અક્ષય પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે હરિયાણાના ભાજપના એક નેતા પણ ઉપસ્થિત રહ્યા હતા બન્ને નેતાઓએ મુસ્લિમ બિરાદરોને ઇદની શુભેચ્છાઓ પાઠવી હતી. આયોજિત સ્નેહ મિલન કાર્યક્રમમાં વલણ ગામના સરપંચ રમણ વસાવા, સદસ્યો તેમજ ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

 કરજણ નદીના પુલ પાસે ખાડા માં બાઈક પડતા વાહન ચાલકનું મોત 

ProudOfGujarat

લખતર ખાતે વિઘ્નહરતા ને વિદાય અપાઈ

ProudOfGujarat

અભિનેત્રી છે કાશિકા કપૂર, જેણે તાજેતરમાં પ્રખ્યાત અભિનેત્રીઓ દીપિકા પાદુકોણ અને આલિયા ભટ્ટના પગલે ચાલવાની ઈચ્છા વ્યક્ત કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!