Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : કરજણ સેવાસદન ને. હા. નં.48 વાડી ચોકડી પર રાત્રીના સમયે ત્રણ ગાયોને અજાણ્યા વાહને ટક્કર મારતા ગાયોના મોત નિપજયા.

Share

વડોદરા જિલ્લાના કરજણ જન સેવાસદન કેન્દ્ર સામે ને. હા. નં. 48 પર વાડી ચોકડી પર કોઈ અજાણ્યા વાહને ગાયોને ટક્કર મારતા ત્રણ ગાયોનું મોત નીપજ્યું હતું. ગાયોના મોતના પગલે જીવદયા પ્રેમીઓમાં ભારે શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.

આ ગાયો કોની હતી અને તેનો માલિક કોણ છે તે જાણવા મળ્યું નથી. ઘટનાની જાણ થતા ગૌરક્ષા ટીમ ઘટના સ્થળે આવીને કરજણ પોલીસની મદદ લઈને હિન્દુ શાસ્ત્રની વિધિ અનુસાર જે.સી.બી મશીન દ્વારા ખાડો ખોદીને દફનવિધિ પૂર્ણ કરી હતી. માર્ગ પર ટહેલતા ગૌવંશનાં માલિકો દ્વારા કાળજી લેવાય એવી લોકમુખે ચર્ચાઓ સાંભળવા મળી હતી.

Advertisement

યાકુબ પટેલ, કરજણ


Share

Related posts

આણંદ : બોરસદની સબ-જેલમાંથી ચાર અન્ડરટ્રાયલ કેદીઓ ફરાર, પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કર્યું

ProudOfGujarat

ઝઘડીયાના રાજપારડી ગામે યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં લોક કાર્યોનો સ્થળ ઉપર નિકાલ કરાયો.

ProudOfGujarat

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પોલીસ સ્ટેશનમાં હાજર થયા, પોલીસ સ્ટેશનની બહાર સમર્થકોની ઉમટી ભીડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!