Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : કરજણ તાલુકામાં કંડારી ને. હા. પર બાઇક અને ફોર વ્હીલ અકસ્માતમાં બે આધેડના મોત : ગાડી ચાલક ફરાર.

Share

વડોદરા શહેરના કરજણ તાલુકામાં ગતરોજ સાંજે ગભીર અકસ્માત સર્જાયો હતો જેમાં ફોર વ્હીલ ચાલક પૂર ઝડપે બેદરકારી પૂર્વક ગાડી ચલાવતા બાઇક સાથે અથડાતાં બાઇક પર સવાર બે ચાલકોને ગંભીર ઇજાઓ પહોચતા તેઓનું ઘટના સ્થળ પર મોત નિપજતા માતમનો માહોલ સર્જાયો હતો.

પોલીસ સૂત્રોથી બનાવ અંગે મળતી માહિતી અનુસાર, ગતરોજ સાંજના સમયે જયંતિભાઈ ગોવિંદભાઇ પટેલ અને ભુપેન્દ્રભાઈ પટેલ રહે. સરભણ, આમોદ તેઓ ભરૂચ તરફથી વડોદરા પોતાની બાઇક નંબર GJ 16 AR 8934 લઈને જઇ રહ્યા હતા તે સમયે એક ફોર વ્હીલર ચાલક ગાડી નંબર Gj 06 EX 2087 ને પુર ઝડપે ગફલતભરી રીતે હંકારતા નેશનલ હાઇવે પર ભરૂચ વડોદરા તરફ ટ્રેક પર કંડારી ગામ પાસે કટ પાસે રોડ ક્રોસ કરતાં બાઇક સવાર બંને ચાલકો તેમાથી એકની ઉમર આશરે 71 વર્ષ હતી અને બીજાની 75 વર્ષ હતીને તેઓને ગંભીર રીતે અડફેટે લીધા હતા જેમાં બંને બાઇક સવારને હાથના ભાગે, પગના ભાગે અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોચતા તેઓનું ઘટના સ્થળ પર મોત નીપજયું હતું. જેઓની આગળની કાર્યવાહી અર્થે કરજણ સરકારી હોસ્પોટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

Advertisement

આધેડને મદદ કરવાને બદલે ફોર વ્હીલ ચાલક ફરાર થઈ ચૂક્યો હતો અને એકસીડન્ટ સ્થળ પર એકાએક ભીડ જમા થઈ ગઈ હતી અને તે લોકો દ્વારા જયંતિભાઈના ફોન પરથી છેલ્લો ડાયલ કરેલ નંબર ફોન કરી અને જાણ કરવામાં આવી હતી ત્યારે પોલીસને પણ જાણ કરતાં કરજણ પોલીસ ઘટનાસ્થળ પર પહોચી હતી અને ફરાર થયેલ ફોર વ્હીલ ચાલકની તપાસ અંગે તજવીજ હાથ ધરી હતી.

યાકુબ પટેલ, કરજણ


Share

Related posts

નર્મદા જિલ્લાના આદિવાસીઓએ રેલી કાઢીને નર્મદા કલેકટરને આવેદનપત્ર આપ્યું.

ProudOfGujarat

વડોદરાની નંદેસરી જીઆઇડીસીમાં દીપક નાઈટ્રેટ કંપનીમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ.

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ નીલકંઠ પ્રાઇવેટ લિમિટેડ કંપની માં આગ લાગતા ભારે દોડધામ મચી જવા પામી હતી ભારે જહેમતે ડી પી એમ સી ના જવાનોએ આગને કાબૂમાં લીધી હતી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!