Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : કરજણના કલા શરીફ ખાતે ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ ફૈઝ યંગ સર્કલ વકફ કમિટી દ્વારા કાર્યક્રમો યોજાયા.

Share

કરજણના કલા શરીફ ખાતે કાર્યરત સેવાભાવી સંસ્થા ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ ફૈઝ યંગ સર્કલ વકફ કમિટી દ્વારા રકતદાન શિબિર, સ્ત્રીરોગ નિદાન શિબિર તેમજ નિબંધ સ્પર્ધા ઈનામી વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. કલા શરીફ ખાતે કાર્યરત સેવાભાવી ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શૈક્ષિણક, સમાજ સેવા તેમજ અન્ય સેવાભાવી કાર્યોના અવિરત પ્રવાહ થકી તમામ સમાજના લોકોની સેવા થતી રહે છે. જેનો બહોળા પ્રમાણમાં લોકો લાભ લેતા હોય છે.

આયોજિત રકતદાન શિબિરમાં ૭૫ જેટલા રક્તદાતાઓએ રકતદાન કરી સમાજને એક અનુપમ સંદેશ આપ્યો હતો. રક્તદાતાઓ દ્વારા થયેલા રકતદાનને વડોદરા સ્થિત જલારામ બ્લડ બેંકને અર્પણ કરવામાં આવશે એમ સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું હતું. કલા શરીફ ખાતે દર વર્ષે વિવિધ શિબિરો થકી સમાજના લોકોને સેવાઓ પ્રદાન કરવામાં આવે છે.

આ પ્રસંગે ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટના આદ્યસ્થાપક સૈયદ મુસ્તાક અલી બાવા સાહેબ, મેનેજિંગ ટ્રસ્ટી સૈયદ વાહિદ અલી બાવા સાહેબ, પુર્વ ધારાસભ્ય સતીષ પટેલ, કરજણ ભાજપ તાલુકા અધ્યક્ષ જયદીપસિંહ રાજ, ફૈઝ ચેરીટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ યુનુસભાઇ અમદાવાદી, સેક્રેટરી બશીર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને ફૈઝ યંગ સર્કલના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે નડિયાદની વાલ્લા શાળાના આકર્ષક પ્રવેશદ્વારનો નવતર પ્રયોગ.

ProudOfGujarat

ભરૂચ જીલ્લા કક્ષાની SGFI શાળાકીય રમત સ્પર્ધામાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓ ઝળકી, ૩૦ મેડલ મેળવી શાળાનું ગૌરવ વધાર્યુ

ProudOfGujarat

મગજનો લકવો છતાં વડોદરાની 32 વર્ષીય પલકે પુસ્તક લખ્યું ‘I to Can Fly’

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!