Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાત પોલીસ વિભાગના વિવિધ સંવર્ગના કર્મીઓના પ્રશ્નોનાં નિરાકરણ માટે આમ આદમી પાર્ટી દ્વારા કરજણ પોલીસને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.

Share

કરજણ તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત પોલીસ વિભાગના વિવિધ સંવર્ગના કર્મચારીઓના પ્રશ્નોના નિરાકરણ માટે કરજણ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ગુજરાત પોલીસ દિવસ રાત ખડેપગે રહી જનતાની સુરક્ષા કરી રહ્યું છે. તહેવાર હોય કે સામાજિક પ્રસંગ હોય પોલીસ કર્મી હંમેશા પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવતા હોય છે. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે હથિયારી – બિનહથીયારી પોલીસ, એસ આર પી, જેલ પર ફરજ બજાવતા પોલીસ કર્મી તેમજ હોમગાર્ડ કર્મીઓના હાલના વેતન ભથ્થામાં ધરમૂળથી સુધારો કરી તેઓએ ૨૪ કલાકની ડ્યુટી પ્રમાણે નવા ગ્રેડ પે સાથે વેતન લાગુ કરવામાં આવે.

કોન્સ્ટેબલથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સુધીના વર્ગ – ૩ ની બદલીમાં રાજકિય દખલગીરી બંધ કરવાની માગ કરી હતી અને બદલી પ્રક્રિયામાં પારદર્શકતા અને ઝડપ આવે તે માટે રાજ્ય કક્ષાએ પોલીસ બદલી કમિટીની રચના કરવા માંગ કરી હતી. બિનજરૂરી ટાર્ગેટ આપવાથી પોલીસ કર્મીઓ પર માનસિક તણાવ ઉત્પન્ન થાય છે. માટે પોલીસ મથકોમાં અટકાયતી પગલાં પ્રહિબિશન એક્ટ, એમ વી એક્ટ તેમજ માસ્ક દંડ કે અન્ય બાબતે ટાર્ગેટ આપવાની પ્રથા બંધ કરવા માંગ કરી હતી.

એસ આર પી બટાલિયનને મહાનગરો અને જિલ્લાઓમાં જરૂરિયાત પ્રમાણે સ્થાયી કરવા માગ કરી હતી. વતન સિવાયના જિલ્લામાં પોસ્ટિંગ થયેલી મહિલા પોલીસ કર્મીઓને અગ્રીમતા ધોરણે રહેણાંકનું આવાસ ફાળવવામાં તેમજ કચેરીમાં મહિલા પોલીસ કર્મીઓની પ્રાઇવસી અંગે વ્યવસ્થા કરવામાં આવે એવી માંગ કરી હતી. પોલીસ કર્મીઓની સમસ્યાના નિવારણ માટે તેમજ પોલીસ વિભાગ દ્વારા સામુહિક રીતે સાંસ્કૃતિક અને સામજિક ઉત્સવો ઉજવી શકાય તેવા ઉદ્દેશથી પોલીસ યુનિયનની માન્યતા આપવા પણ માંગ કરી હતી.

Advertisement

યાકુબ પટેલ, કરજણ


Share

Related posts

ભરૂચ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી અગાઉ સ્ટેટ વિજિલન્સનો સપાટો, અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાંથી લાખોની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો.

ProudOfGujarat

સુરતમાં આપના નેતાએ મહિલા કાર્યકર્તાને ધમકી આપતાં આપઘાતનો પ્રયાસ

ProudOfGujarat

ભરૂચ ક્રાઈમ બ્રાંચે ૪૫ લાખ ઉપરાંતનો દારૂ જપ્ત કર્યો: બુટલેગરોમાં સનસનાટી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!