Proud of Gujarat
FeaturedGujaratINDIA

કરજણ ને.હા.48 પાસે હલદરવા ગામ નજીક રોડ ક્રોસ કરતાં મજૂરીયાતને કોઈ અજાણ્યા વાહને અડફેટે લેતાં તેનું મોત નિપજ્યુ.

Share

મળતી માહિતી અનુસાર કરજણ તાલુકાના હલદરવા ગામે દાદા કોલોનીમાં રહેતો અને મજૂરી કરતો ત્રીસ વર્ષીય યુવાન મહેશ ઉર્ફે કમલેશભાઈ રયજીભાઈ વસાવા નાઓ વહેલી સવારે કુદરતી હાજતે જવા માટે કરજણ ને.હા.48 ઉપર હલદરવા ગામ નજીક એસ્સાર પેટ્રોલ પમ્પ પાસે રોડ ક્રોસ કરી રહ્યો હતો. તે દરમિયાન વડોદરા – ભરૂચ ટ્રેક ઉપર પુરઝડપે બેફિકરાઈથી આવી રહેલા કોઈ અજાણ્યા વાહને મહેશ વસાવને ટક્કર મારી અડફેટમાં લીધો હતો. પરિણામે મહેશ ઉર્ફે કમલેશભાઈ રયજીભાઈ વસાવાને માથાના ભાગે અને પીઠના ભાગે ગંભીર પ્રકારની જીવલેણ ઈજાઓ થતાં તેનું ઘટના સ્થળે કરૂણ મોત નીપજ્યું હતું. પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુધ્ધ અકસ્માત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિટી સામે સ્થાનિક વેપારીઓને હટાવવા મામલે વિરોધ બાદ સ્થાનિકોએ સ્વયંભૂ દુકાનો બંધ રાખી.

ProudOfGujarat

ભરૂચ ના જી એન એફ સી થી ઝાડેશ્વર વચ્ચે માં રોડ પર આવેલ ગજાનંદ સોસાયટી પાસે ખોદ કામ દરમિયાન અચાનક ગેસ લાઈન માં ભંગાણ સર્જાતા એક સમયે ભારે દોઢધામ મચી હતી…..

ProudOfGujarat

વડોદરા : કરજણ તાલુકા તેમજ જિલ્લા પંચાયત ચૂંટણીનાં કોંગ્રેસનાં ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યા હતા, મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડયા હતા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!