Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાની કંપનીમાં બોઈલર બ્લાસ્ટ મામલે કંપની સંચાલકો અને સરકારી અધિકારીની ગંભીર બેદરકારી સામે આવી.

Share

વડોદરા વડસર બ્રિજ નજીક આવેલ કેમિકલ કંપનીનું બોયલર ધડાકાભેર ફાટતા ખૂબ દૂરના અંતર સુધી આ ધડાકાનો અવાજ સંભળાયો હતો. જેના પગલે અફરાતફરીનું વાતાવરણ સર્જાયું હતું. કેન્ટોન લેબોરેટરીઝ કંપનીમાં બોઈલર ફાટતા આ હોનારત સર્જાઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ બોયલર પાસે કામ કરતા આશરે 5 કરતા વધુ કામદારો સખ્ત દાઝી ગયા હતાં અને અન્ય કામદારોને પણ ઈજાઓ પહોંચી હતી. બોઈલર ફાટતાં અનેક કર્મચારીઓ દાઝયા હતાં. કર્મચારીઓને એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતાં જ્યાં કેટલાક કર્મચાઆરીઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે જોકે પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર પહોચી સમયસરની કામગીરી કરી હતી.

વડસર બોઇલર બ્લાસ્ટ મામલો વધુ ગરમાયો છે જેમાં તપાસ દરમિયાન કંપનીના કર્તાહર્તા અને સરકારી અમલદારોની ગંભીર બેદરકારી સામે આવી છે જેથી કામદાર આલમમાં તીવ્ર રોષની લાગણી ફેલાઈ ગઈ છે. આ બોયલર બ્લાસ્ટના તપાસ અધિકારી એસીપી એસ બી કૃપાવતના જણાવ્યા મુજબ બોયલર બ્લાસ્ટની ઘટનામાં 15 લોકો ઇજાગ્રત થયા હતા, 4 ના મોત થયા હતા. જયારે બે ડિરેકટર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ બોયલર બ્લાસ્ટની સૌથી મોટી બેદરકારી એ સામે આવી છે કે કંપનીના સંચાલકો એ બોઇલરથી માત્ર 20 ફુટ નજીક ઓરડી બનાવી હતી જે બોઈલર એક્ટની તેમજ ફેક્ટરી એક્ટની વિરુદ્ધ છે એટલું જ નહીં પરંતું આ ઓરડીઓનો ગોડાઉન તરીકે ઉપયોગ કરાતો હોવાનું જણાવાયુ હતું. નિયમ જાણવા છતાં સંચાલકો એ પરિવારોને ઓરડામાં રહેવાની પરવાનગી આપી હતી. જયારે બોઇલર ઇન્સ્પેકટર, ફેક્ટરી ઇન્સ્પેકટર વિરુદ્ધ પણ તપાસ હાથ ધરાઈ છે. આ કંપનીમાં લિકવિડ તેમજ પાવડર ફોર્મમાં દવાઓ બનાવવામાં આવતી હતી અને જાણી જોઈને ગંભીર બેદરકારી દાખવી તેથી 304,308 હેઠળ ગુનો દાખલ કરાયો હતો. જોકે FSL તેમજ ફેક્ટરી ઇન્સ્પેકટર, બોઇલર ઇન્સ્પેકટરના નિવેદનો લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. જયારે બંને આરોપીઓના કોવિડ ટેસ્ટ કરવામાં આવશે એમ જાણવા મળેલ છે.

Advertisement

Share

Related posts

રાજપીપળા નગરપાલિકાની પાણીની મેઇન લાઇન તૂટી જવાથી અમુક વિસ્તારમાં પાણી ના આવતા પાલિકાનાં બંબા દ્વારા પાણી પહોંચાડવામાં આવ્યું.

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પોલીસે અંદાડા ગામના કૈલાસ ટેકરીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી …

ProudOfGujarat

ખેડા જિલ્લામાં ઘરફોડ ચોરીના બનાવો મામલે એક આરોપીને પકડી લેવાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!