Proud of Gujarat
FeaturedGujaratINDIA

યુવા દિવસની ખૂબ અનોખી રીતે ઉજવણી કરવામાં આવી…જાણો ક્યાં અને કેવી રીતે…?

Share

યુવા દિવસની ઉજવણી અત્યાર સુધી નહીં થઈ હોય તેવી અનોખી રીતે કરવામાં આવી હતી. કડકડતી ઠંડીમાં પણ યુવાનો સતત સેવા કરતા રહ્યા હતાં. યુવા દિવસની ઉજવણી અંગે વિગતે જોતા તા. 12 મી જાન્યુઆરી “યુવા દિવસ” ની પૂર્વ સંધ્યાએ સાંજે યુવાનોને માનવતાનો સંદેશો આપવા માટે યુવા ગ્રુપના 20 જેટલા યુવાનો 12 કલાક માટે જાહેરમાં ફુટપાથ પર રહીને વિતાવ્યો હતો.

આ કાર્યક્રમનો હેતુ એવો હતો કે જે લોકો પાસે કશું નથી અથવા તો જરૂરિયાતમંદ છે, તેઓનું દુઃખ સમજી શકાય. આવા જરૂરિયાતમંદ લોકોની સરખામણીમાં આપણી પાસે જે કાંઈ છે તે ઘણું છે અને તેમાં આપણે ખુશ રહેવું જોઈએ અને આપણી પાસે જે છે તેમાંથી જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી જોઈએ ત્યારે જ આપણે “વસુધૈવ કુટુંબકમ” ની ભાવનાને ખરા અર્થમાં સાર્થક કરી શકીશું. સાંજે 7 વાગ્યાથી યુવા ગ્રુપના કાર્યકર્તાઓ વડોદરા ગાંધીનગર ગૃહની બહાર દાદર ઉપર ભેગા થઈને કાર્યક્રમની શરૂઆત કરી હતી અને ત્યાં જ કડકડતી ઠંડીમાં 12 કલાક વિતાવ્યા હતાં એટલું જ નહીં પરંતુ ત્યાં જ જમવાનું પણ બનાવ્યુ હતું અને જમવાનુ બનાવવા માટે યુવાનોએ ત્યાં જ ચૂલાની વ્યવસ્થા પણ કરી હતી.

તેમજ રાત્રે 8 થી 9 દરમિયાન 30 જેટલાં ભણતા બાળકોને “એજ્યુકેશન કીટ” નું વિતરણ ત્યાં જ કરવામાં આવ્યુ હતું. તેમજ રાત્રે 10 વાગ્યે જમ્યા પછી 20 જેટલા યુવા ગ્રુપના કાર્યકર્તાઓ ત્યાં જ ગાંધીનગર ગૃહ ખાતે સુઈ ગયા હતાં અને સવારે 7:00 વાગ્યાના અરસામાં તા. 12 મી તારીખે સ્વામી વિવેકાનંદજીની તસ્વીરનું પૂજન કરીને, આ કર્યક્રમ થકી યુવાનોને “માનવતાનો” સંદેશો આપ્યો હતો. આ 12 કલાકમાં મળેલી અમૂલ્ય શિખામણ લઈને યુવાનો ઘરે પરત ફર્યા હતાં. આમ એક અનોખી રીતે યુવાદિનની ઉજવણી કરીયુવાનોએ ઘણા અનુભવો મેળવ્યા હતાં જે યુવાનો માટે સમગ્ર જીવનનું સેવા ક્ષેત્રનું ભાથું કહી શકાય.

Advertisement

Share

Related posts

ભરૂચનાં વાલિયામાંથી માટી ચોરી કૌભાંડ ઝડપી પાડતા ખાણ ખનીજનાં અધિકારી રાજપરા.

ProudOfGujarat

અમદાવાદમાં કેમ્પ હનુમાનજીની સીએમ ભૂપેન્દ્ર પટેલે પૂજા અર્ચના કરીને શોભાયાત્રાનો પ્રારંભ કરાવ્યો

ProudOfGujarat

ભરૂચ સી ડિવિઝન પોલીસે ચોરીના મનાતા 14 મોબાઈલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!