Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરાથી સુરત જતા SRP ના જવાનોને નડયો અકસ્માત…

Share

વડોદરાથી સુરત જઈ રહેલા SRP જવાનોને લઈ જઈ રહેલી બસને અકસ્માત નડ્યો હતો. સુરત જિલ્લાના કીમ ચાર રસ્તા નજીક આવેલા સીયાલજ પાટિયા પાસે બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઉભેલી ટ્રક પાછળ બસ અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં SRP ના 17 જેટલા જવાનો ઈજાગ્રસ્ત થયા હતા. એસઆરપીની ટીમ સુરતના ઉધના સ્ટેશનથી સ્પેશિયલ ટ્રેન દ્વારા યુપી ઇલેક્શન બંદોબસ્ત માટે જવાના હતા.

સુરત જીલ્લાના કીમ ચાર રસ્તા નજીક આવેલા સીયાલજ પાટિયા પાસે આજે વહેલી સવારે અકસ્માતની ઘટના બની હતી. વડોદરા SRP કેમ્પમાંથી 27 જેટલા જવાનોને લઇ સુરતના ઉધના રેલ્વે સ્ટેશન જઈ રહ્યા હતા. ત્યારે SRP ના બસના ચાલકે સિયાલજ પાટિયા પાસે રોડ પર ઉભેલી ટ્રક સાથે પાછળથી બસ અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો. બસમાં સવાર 27 પૈકીના 4 જવાનોને ગંભીર ઈજાઓ થઇ હતી. જયારે 13 જવાનોને સામાન્ય નાનીમોટી ઈજાઓ થઇ હતી. તમામ ઈજાગ્રસ્તોને કીમ ચારરસ્તા ખાતે આવેલી ખાનગી હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઈજાગ્રસ્ત 5 જવાનોને હાલ એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકાનાં ચાર ગામોમાં વીજ ચેકિંગ હાથ ધરાયું.

ProudOfGujarat

ફિલાટેક્ષ ઈન્ડિયા લિમિટેડનાં સૌજન્યથી બામસેફ, ઇન્સાફ, બીએમજી દ્વારા નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

નવસારી, વલસાડ અને સુરતમાં ચોરી કરનાર 4 આરોપી ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!