Proud of Gujarat
INDIAFeaturedGujarat

વડોદરા : સાવલીમાં કતલખાને લઇ જવાતા ગૌવંશના કેસમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટે 5 આરોપીના જામીન કર્યા નામંજૂર.

Share

વડોદરાના સાવલીમાં કતલખાને લઇ જવાતા ગૌવંશના મામલે આજે સુનાવણી થઈ હતી જેમાં સાવલી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં દાખલારૂપ ઓર્ડર કોર્ટે આપ્યો છે. કતલખાને લઇ જવાતા ગૌવંશના જથ્થામાં આરોપીઓના જામીન કોર્ટે નામંજૂર કર્યા છે.

વડોદરામાં સાવલીમાં ગૌ માંસના જથ્થાને કતલખાને લઇ જવાતા દાખલો આપનાર સરપંચ અને આરોપી આ અંગે કોર્ટે ગંભીર નોંધ લીધી છે અને ખોટી રીતે દાખલો આપવા બદલ સરપંચ સામે કાર્યવાહી પણ થઈ શકે છે. સાણંદની દદુકા ગ્રામ પંચાયતના સરપંચે ભરતસિંહ ડોડીયા એ આરોપીઓની ઓળખાણનો દાખલો આપ્યો હતો, જેમાં કોટે વડોદરાના એસ.પી રેન્જ આઇજી અને ડીજીપીને આદેશની નકલ મોકલી હતી, જે કેસમાં એનિમલ પ્રિવેન્શન એકટ હેઠળ નિમાયેલા એડવોકેટ પબ્લિક પ્રોસિક્યુટર નિરજ જૈન જણાવે છે કે આજે આ કેસની સુનાવણી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં હાથ ધરવામાં આવેલ હતી અને ડિસ્ટ્રીક્ટ કોર્ટે ગંભીર નોંધ લઇ અને પાંચ આરોપીઓના જામીન નામંજૂર કર્યા છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

છોટાઉદેપુરમાં વહેલી સવારથી વરસાદની ધમાકેદાર એન્ટ્રી.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના ગોવાલી ગામેથી કરજણ પોલીસનો વોન્ટેડ આરોપી ઝડપાયો ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!