Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરામાં અંધત્વ મુક્ત ગુજરાત અને દૃષ્ટિ ખામી નિયંત્રણ અભિયાન અંતર્ગત આરોગ્ય કાર્યકરોને તાલીમ અપાઈ.

Share

મોતિયા અંધત્વ મુક્ત ગુજરાત અને દૃષ્ટિ ખામી નિયંત્રણ ઝુંબેશનો રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આજથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો છે. તેના ભાગરૂપે વડોદરા જિલ્લા કલેકટર તથા જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય તંત્રે ઘેર ઘેર ફરી આંખની તપાસ અને મોતિયાના શંકાસ્પદ કેસો શોધવાના અભિયાનનું આયોજન કર્યું છે.

જિલ્લામાં આશા કાર્યકર બહેનો અને વિવિધ શ્રેણીઓના આરોગ્ય કાર્યકરોની મદદ લઈને ઘેર ઘેર ફરીને જોવામાં તકલીફ હોય તેવા શંકાસ્પદ મોતિયાપીડિત વ્યક્તિઓની ઓળખ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે તેવી જાણકારી આપતાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સુરેન્દ્ર જૈને જણાવ્યું કે હાલમાં આ આરોગ્ય કાર્યકરોને આંખની તપાસ દ્વારા મોતિયાથી આવેલો અંધાપો ઓળખવા અને શંકાસ્પદ કેસો અલગ તારવવાની તાલીમ આપવામાં આવી છે. યાદ રહે કે જેઓ બંને આંખે ૩ મીટર કરતાં ઓછું જોઈ શકતા હોય તેઓને મોતિયો હોવાની સંભાવના છે. રાજ્ય સરકારે આવા તમામ વ્યક્તિઓની ઓળખ કરી, વિગતવાર આંખ તપાસ કરીને સરકારી અને રજીસ્ટર્ડ સ્વૈચ્છીક સંસ્થાઓની આરોગ્ય સુવિધાઓની મદદથી મોતિયાનું વિનામૂલ્યે ઓપરેશન કરીને તેમને નવી દૃષ્ટિ આપવાનું આયોજન કર્યું છે.તેના ભાગરૂપે વડોદરા જિલ્લામાં અભિયાન સાથે જોડાયેલા આરોગ્ય કાર્યકરોને મોતિયાપીડિતોની તપાસની તાલીમ આપવામાં આવી છે.આ લોકો આંકડા અને ચિત્રો ધરાવતા પટલને યોગ્ય અંતરે ગોઠવીને, ખાસ કરીને ૩૦+ ની વ્યક્તિઓની આંખની તપાસ કરશે.

આ શોધ અભિયાન દરમિયાન જે શંકાસ્પદ કેસો મળશે તેમની આંખોની વિગતવાર તપાસ નજીકના પ્રાથમિક કે સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતે તબીબો કરશે.તેના અંતે જેમને મોતિયો હોવાનું નિદાન થશે તેમની શસ્ત્રક્રિયા અને નેત્રમણી સ્થાપિત કરવા માટે જમનાબાઈ હોસ્પિટલ, સયાજી હોસ્પિટલ, ગોત્રી હોસ્પિટલ અને સરકાર સાથે કરારથી જોડાયેલી સંસ્થાઓના દવાખાનાઓ ખાતે વિનામૂલ્યે જરૂરી સારવાર આપવામાં આવશે. ગુજરાત વિનામૂલ્યે શસ્ત્રક્રિયા અને નેત્રમણીનો લાભ આપનારું રાજ્ય છે. આ સંદર્ભમાં ઝૂમ મિટિંગ યોજીને વડોદરા જિલ્લાના સામુહિક આરોગ્ય કેન્દ્રોના તબીબી અધિક્ષકો, તબીબી અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Advertisement

રાજ્યના આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવએ આજે વિડિઓ કોન્ફરન્સ દ્વારા વડોદરા જિલ્લાના આયોજનની વિગતવાર સમીક્ષા કરીને અભિયાનને અસરકારક બનાવવાનું માર્ગદર્શન આપ્યું હતું. જમનાબાઈ હોસ્પિટલના નેત્રરોગ સર્જન નોડલ અધિકારી તરીકે આ અભિયાનનું સંકલન કરશે. ડો.જૈને વડોદરા જિલ્લામાં જેમની ઉંમર ૩૦ થી વધુ હોય અને જોવામાં ઝાંખપ જણાતી હોય તેવી વ્યકિતઓને નજીકના સરકારી દવાખાનામાં આંખની તપાસ કરાવી સહયોગ આપવા અનુરોધ કર્યો છે.


Share

Related posts

વડોદરા-ઇટોલીના ગ્રામજનો,વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ અઢી વર્ષમાં પરિશ્રમ કરી ગામની શાળાને સ્વચ્છતામાં નેશનલ કક્ષાએ એવોર્ડ અપાવ્યો

ProudOfGujarat

આમોદ પાસે પામોલિન તેલ નુ ટેન્કરે પલ્ટી ખાધી.. ચાલક નુ મોત..

ProudOfGujarat

વલભીપુરના માલપરા ગામે ૫ ગેમ્બલર રંગેહાથ ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!