Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં પિતાએ 17 વર્ષીય પુત્રી પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી.

Share

વડોદરામાં પિતાએ પુત્રી પર દુષ્કર્મ કરતાં પાણીગેટ પોલીસે નરાધમ બાપની ધરપકડ કરી સગીરાની આકરી પૂછપરછ હાથ ધરી હતી.

વડોદરાના એક સગીરા પિતાની કામ વાસનાનો ભોગ બની હતી. આ સગીરાની માતાનું અવસાન વર્ષ ૨૦૨૧ નવેમ્બર મહિનામાં થયું હતું ત્યારબાદ આ સગીરા તેના ભાઈ અને પિતા સાથે રહેતી હતી તે દરમિયાન લોહીના સંબંધ ધરાવતા પિતાએ ૧૭ વર્ષીય પુત્રી પર વારંવાર દુષ્કર્મ આચર્યાનું બહાર આવ્યું છે. આ સગીરા માસિક ધર્મમાં ન આવતાં તેના માસીએ તેની આકરી પૂછપરછ કરતા જાણવા મળ્યું છે કે તેના પિતાએ જ વારંવાર પુત્ર રેપ કર્યો હોય સગીરાની પાણીગેટ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કાઉન્સેલિંગ હાથ ધરવામાં આવ્યું હતું તે દરમિયાન સગીરાએ જણાવ્યું છે કે મારા પિતાએ અવારનવાર દુષ્કર્મ આચર્યુ છે અને સગીરાની આરોગ્ય ચકાસણીમાં તબીબોએ જણાવ્યું છે કે તેને પાંચ મહિનાનો ગર્ભ છે. દુષ્કર્મ આચર્યા બાદ સગીરાને તેના પિતાએ ઘરેથી કાઢી મુકેલી હોય આવા સંજોગોમાં સગીરાની ૩ ફોઈ પણ હોય પરંતુ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાયા બાદ તેઓ શહેર છોડી નાસી છૂટયા હોય, આ કેસની તપાસ પાણીગેટ પોલીસ ચલાવી રહી છે. હાલના સંજોગોમાં આરોપી પોલીસ લોક-અપમાં હોય અને સગીરાની હજુ પણ સઘન પૂછપરછ કરી નિવેદન નોંધવામાં આવશે તેવું પાણીગેટ પોલીસે જણાવ્યું છે. આ બનાવ બાદ વડોદરામાં ચારેકોર અરેરાટી વ્યાપી ગઈ છે. લોકોના લોહીના સંબંધો પરથી પણ વિશ્વાસ ઉઠી જાય તેવું આ કૃત્ય સમાજમાં સામે આવતા પિતા-પુત્રીના લોહીના સંબંધો આ બાપે લજવ્યા છે તેવું ચોકે ચોકે ચર્ચાઈ રહ્યું છે.

Advertisement

Share

Related posts

અમદાવાદમાં મોબાઈલ સ્નેચિંગ કરતી પરપ્રાંતિય ગેંગ ઝડપાઈ

ProudOfGujarat

નવસારી : સીએનજીના ભાવો ઘટાડવાની માંગ સાથે રીક્ષા ચાલકોએ જિલ્લા કલેકટરને પાઠવ્યું આવેદનપત્ર.

ProudOfGujarat

ભરૂચના જુલેલાલ મંદિરમાં પૂરના પાણી ઓસરતા સાપ દેખાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!