Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા એન.ડી.આર.એફ.ની ટીમ એ રાજસ્થાનમાં બોરવેલમાં ફસાઈ ગયેલા બાળકનું રેસ્ક્યુ કર્યું.

Share

એન.ડી.આર.એફ. વડોદરાની ટીમના બચાવ અને રાહતમા કુશળ જવાનોના સહયોગથી બોરવેલમાં ફસાઈ ગયેલા ચાર વર્ષના માસૂમને ઉગારી લેવામાં સફળતા મળી છે અને આ બાળકને નવું જીવન મળ્યું છે.

રાજસ્થાનના સીકર જિલ્લાના નાડા ચારણવાસ ગામમાં ગિરધારીલાલનો ૪ વર્ષની ઉંમરનો પુત્ર રવીન્દ્ર એક ખુલ્લા બોરવેલમાં સરકી જવાને લીધે ફસાઈ જતાં કટોકટી સર્જાઈ હતી. જિલ્લા પ્રશાસન દ્વારા આ બાળકને હેમખેમ ઉગારી લેવા વડોદરા એન.ડી.આર.એફ.ની મદદ માંગવામાં આવી હતી.
તેના અનુસંધાને કુલદીપસિંઘ અને યોગેશ મીનાની ટીમે નાગરિક સંરક્ષણ દળ, રાજ્ય આપદા પ્રબંધન દળ અને સ્થાનિક પોલીસના સહયોગથી બચાવ અભિયાન આદર્યું હતું. આ તમામે કટોકટીના સંજોગોમાં સૂઝબૂઝ દાખવી અને સંકલનથી બચાવ કાર્ય હાથધરી શુક્રવારની સાંજના ૫.૩૦ કલાકે આ બાળકને બોરવેલમાંથી બહાર કાઢી જરૂરી સારવાર માટે હોસ્પિટલ પહોંચાડ્યું હતું.

Advertisement

Share

Related posts

ભાવનગર જીલ્લાના તળાજા,અલંગ મા સવારથી વાદળ છાયુ વાતાવરણ જોવા મળ્યું વરસાદી માહોલ જામ્યો વરસાદ પડતા લોકોને ગરમીથી મળી રાહત

ProudOfGujarat

ઝઘડીયાના રાજપારડી ખાતે જીએમડીસીના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરાઇ.

ProudOfGujarat

ભરૂચ : દહેજ નજીક નર્મદા સાગર સંગમ સ્થળે મોટી સંખ્યામાં માછલીઓનાં મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!