Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરાના 41 જનઔષધિ કેન્દ્રો પરથી સૌથી વધુ રૂ.3,04,89,540 જેનરીક દવાનું થયું વેચાણ.

Share

નાગરિકોને વાજબી ભાવે દવા આપવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરેલા પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્રો સૌથી વધુ લોકભોગ્ય બની રહ્યા છે. વડોદરા શહેર અને જિલ્લામાં કાર્યરત કરવામાં આવેલા ૪૧ જનઔષધિ કેન્દ્રો પરથી છેલ્લા ૯ જ માસમાં રૂ. ૩ કરોડની દવાઓનું વેચાણ થવા પામ્યું છે. સૌથી સસ્તા ભાવે દવાઓ આપતા આ કેન્દ્રોમાં વડોદરાના ચાર રાજ્યમાં સૌથી દવાઓ વેચવામાં ટોપ ટેનમાં આવે છે.

નાગરિકોને વાજબી ભાવે સારી દવાઓ ઉપલબ્ધ કરાવવા સાથે જેનરિક દવાઓના વેચાણને પ્રોત્સાહન આપવા, સ્ત્રીધર્મ વિષય આરોગ્ય સેવાઓને સરળતાથી ઉપલબ્ધ કરાવવા ઉપરાંત રોજગાર સર્જનના હેતુંથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આ યોજના અમલમાં મૂકી હતી. વર્ષ ૨૦૧૪માં સમગ્ર દેશમાં માત્ર ૮૦ જન ઔષધિ કેન્દ્રો હતા, તેની સામે આજે આ સંખ્યા ૮૬૭૫ થઇ ગઇ છે. કેન્દ્રીય આરોગ્ય અને ફાર્માસ્યુટિકલ મંત્રી મનસુખભાઇ માંડવિયાએ આ સ્ટોર ખોલવા ઉપાડેલા અભિયાનનું આ પરિણામ છે.

સમગ્ર ગુજરાતમાં વર્તમાન સમયે કૂલ ૫૨૨ પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્રો કાર્યરત છે. જે પૈકી વડોદરામાં કૂલ ૪૧ આવા મેડિકલ સ્ટોર્સ છે. આ યોજનાનું નવું નામ પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના છે અને તે અંતર્ગત નાગરિકોને ૧૪૫૧ પ્રકારની દવાઓ તથા ૨૪૦ કન્ઝ્યુબલ અને સર્જીકલ આઇટમ બજાર કરતા સાવ સસ્તા દરે પૂરી પાડવામાં આવે છે.

આ યોજના હેઠળ સમગ્ર ગુજરાતમાં થયેલા જેનરિક દવાના વેચાણ થયેલા આંકડા જોઇએ તો વર્ષ ૨૦૧૮-૧૯માં રૂ. ૧૫.૨૯, વર્ષ ૨૦૧૯-૨૦માં રૂ. ૧૪.૨૦ કરોડ, વર્ષ ૨૦૨૦-૨૧માં રૂ. ૨૧.૨૧ કરોડ અને ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં રૂ. ૨૩.૨૯ કરોડની દવાઓનું વેચાણ થયું છે. છેલ્લા જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં રૂ. ૬૨ લાખની જેનરિક દવાના વેચાણ સાથે ૧૧ માસમાં રૂ. ૩.૬૨ કરોડની દવા વેચાઇ છે.

Advertisement

તેની સામે વડોદરાના ૪૧ કેન્દ્રો પરથી એપ્રિલ-૨૧ થી ડિસેમ્બર-૨૧ સુધીની નવ માસમાં રૂ. ૩,૦૪,૮૯,૫૪૦ની દવાઓ વેચાઇ છે. આ આંકડાઓ નાના લાગી શકે પણ, વાસ્તવિક્તા એ છે કે જનઔષધિ કેન્દ્રોમાં બજારમાં મળતી દવાની કિંમતના ૮૦ ટકા સુધી સસ્તી મળે છે. સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ દવાઓ વેચનારા ટોપ ટેનમાં વડોદરાના ચાર કેન્દ્રોનો સમાવેશ થાય છે.

એક મજાની વાત તો એ છે કે, એક જ કંપની દ્વારા ઉત્પાદિત લિવિટારિસિટમ (૫૦૦ એમજી) નામની ટેબલેટ બજારમાં રૂ. ૧૩૫ના ભાવે મળે એ જ દવા અહીં માત્ર રૂ. ૬૫માં અને ઇન્સ્યુલીન ગારલીનની બજાર કિંમત રૂ. ૭૦૦ની સામે અહીં માત્ર રૂ. ૩૧૦માં જ મળે છે. એવી જ રીતે ફેરોપિનમ (૨૦૦ એમજી)ની બજાર કિંમત રૂ. ૬૪૪ની સાપેક્ષે કેન્દ્રોમાં માત્ર રૂ. ૩૦૦માં જ વેચવામાં આવે છે. મહિલાઓ માટે સેનેટરી નેપકિન માત્ર એક જ રૂપિયામાં મળે છે. બોલો ! આટલું વાજબી ભાવે કોણ આપી શકે ?


Share

Related posts

અંક્લેશ્વર ONGC વર્કશોપની બહારનો ગ્રીન બેલ્ટ મરણ પથારીએ

ProudOfGujarat

“મહત્વાકાંક્ષી” જિલ્લા તરીકેના સર્વાંગી વિકાસ સંદર્ભે કેન્દ્રિય કૃષિમંત્રીશ્રી રૂપાલાએ “ટીમ નર્મદા” સાથે યોજેલી બેઠક

ProudOfGujarat

દહેજ સ્થિત યશસ્વી રસાયણ પ્રા.લી. કંપનીમાં સર્જાયેલી ભયંકર દુર્ધટના સંદર્ભે યુવા સેના ગુજરાત દ્વારા ભરૂચ કલેકટરને જવાબદારો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!