Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં પાણીપુરીના ધંધાર્થીની હત્યાથી ચકચાર…

Share

પોલીસ સુત્રો તરફથી મળતી માહિતી મુજબ પાણીપુરી વેચવાનો વ્યવસાય કરતો સુધીર ઉર્ફે ટુમટુમ કમલેશ રાજપુત ગઈકાલે ખોડીયાર નગર વુડા વ્હાઇટ આવસોમાં પાણીપુરી વેચવા માટે ગયો હતો ત્યારે ત્યાં હાજર અસામાજિક તત્વોએ તેની સાથે બોલાચાલી કરી તેની પાણીપુરીની પુરીઓ લુંટી લીધી હતી જેની જાણ પોલીસને કરતાં પોલીસે અસામાજિક તત્વોને ડિટેઇન કર્યા હતા જે બાદ પોલીસ સ્ટેશનથી મુક્ત થઈને આવેલા અસામાજિક તત્વો એ મારુતિ નગરમાં રહેતા સુધીર ઉર્ફે ટુમટુમ કમલેશ રાજપુત પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો અને તેની લાશ સામેના ભાગે રોડ પર ફેંકી દીધી હતી. મૃતક સુધીર રાજપૂત પર જે સ્થળે હુમલો કરવામાં આવ્યો છે ત્યાં વ્યાપક પ્રમાણમાં દેશી દારૂની ખાલી પોટલીઓ પણ મળી આવી છે જેના પરથી હત્યારાઓએ દેશી દારૂ પીને આ કૃત્ય કર્યું હોવાનું પોલીસ અનુમાન કરી રહી છે. સમગ્ર મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચી ગુનો નોંધવાની સાથે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : પ્રાંશુ સિંઘાલએ 12 મો સોશિયલ એન્ટરપ્રિન્યોર ઓફ ધ યર (SEOY) એવોર્ડ જીત્યો.

ProudOfGujarat

ઝઘડિયા નગરના બંધ મકાનમાંથી તસ્કરો હાથફેરો કરી પલાયન

ProudOfGujarat

રાજસ્થાનમાં નાગોરમાં સર્જાયો મોટો અકસ્માત:ટ્રક – ક્રૂઝર વચ્ચે ટક્કર થતા 12 લોકોના મોત થયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!