Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : ચાણોદમાં નદી કિનારે ગંદકીનું સામ્રાજ્ય તથા શૌચાલયના અભાવથી શ્રધ્ધાળુઓને હાલાકી.

Share

વડોદરાના ચાણોદમાં નદીના કિનારે બહારથી પણ લોકો ધાર્મિક ક્રિયા માટે આવતા હોય છે અહીં નદીની આસપાસના વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું જોવા મળે છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વચ્છ ભારત મિશનની વાતો કરતા હોય છે પરંતુ અહીં કોઈપણ પ્રકારની સ્વચ્છતા દ્રશ્યમાન થતી નથી જેના કારણે સામાજિક કાર્યકર કમલેશ પરમાર તેમજ દક્ષેશ ભટ્ટ દ્વારા મીડિયા સમક્ષ માહિતી આપી જણાવ્યું છે કે અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે ગુજરાત સરકારનો સ્વચ્છ ભારત મિશન અભિયાનનો કોઈપણ હેતુસર તો ના હોય તેવી આ વિસ્તારની સ્થિતી જોતાં લાગે છે. યાત્રાધામ ચાણોદમાં આસપાસ મોટા પ્રમાણમાં ગંદકીના ઢગલા ખડકાયેલા જોવા મળે છે ઉપરાંત અહીં મહિલાઓ માટે શૌચાલયનો અભાવ છે. મહિલાલક્ષી વિકાસની વાતો કરતી ભારતીય જનતા પાર્ટીની સરકાર મહિલાઓની સમસ્યા સમજી આ વિસ્તારમાં મહિલાઓ માટે શૌચાલયનું નિર્માણ કરે તેમજ કાયમી સફાઈ કામદારની નિમણૂક કરવામાં આવે તેવી માંગણી છે.

અત્રે નોંધનીય છે કે વડોદરામાં સાંસદ સભ્ય કમિશનર તેમજ મહિલા આયોગના મંત્રી પણ મહિલાઓ હોય તેમ છતાં મહિલાઓની કોઈ સમસ્યાઓના હલ માટે કે યાત્રાધામ ચાણોદમાં આવતી મહિલાઓ માટે પૂરતી સગવડતાનો અભાવ છે જે સમસ્યાને સમજવી જોઈએ તેમજ અહીં આવનાર મહિલાઓને શૌચક્રિયા માટે પણ કોઈ યોગ્ય જગ્યા નથી. નર્મદા નદીની આસપાસ અત્યંત કચરો ફેલાયેલો છે, આ તમામ બાબતો વડોદરાના પદાધિકારીઓ સમજી અહીં પૂરતા પ્રમાણમાં સગવડતા આપવાની આવશ્યકતા છે તેમ અહીં આવનાર ભક્તજનોએ જણાવ્યું છે.

Advertisement

Share

Related posts

ઝઘડીયા પોલીસ સ્ટેશનમાં ગ્રામ પંચાયતોની ચુંટણીને લઇને શાંતિ સમિતિની બેઠક મળી.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના રાજપારડી ખાતે લોકદરબારનું આયોજન કરાયું …

ProudOfGujarat

વડોદરામાં સનસેટ સેલ્ફિ લેવા જતાં વિદ્યાર્થી કેનાલમાં ડૂબ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!