Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા કરજણ ઘાવટ ચોકડી જી.ઇ.બી પાસે બે બાઈકો વચ્ચે સર્જાયો અકસ્માત.

Share

વડોદરાના કરજણ ઘાવટ ચોકડીથી સાધલી તરફ જી.ઇ.બી પાસે બે બાઈકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘવાયેલા લોકોને તાત્કાલિક ધોરણે ૧૦૮ મારફત કરજણ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવની મળતી વિગતો અનુસાર વડોદરાના કરજણ ધાવટ ચોકડીથી સાધલી તરફ જતા માર્ગ પર જી.ઇ.બી પાસે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બાઈકચાલક રિક્ષાને ઓવરટેક કરી આગળ જવા નીકળતો હોય તે સમયે તે અન્ય બાઇક સાથે અથડાઇ ગયો હતો. કરજણના કુરાલીના બાઈક ચાલકની હાલત નાજુક હોવાથી તાત્કાલિક ૧૦૮ નો સંપર્ક કરી ઘવાયેલા બાઈક ચાલકને પ્રાથમિક સારવાર અર્થે કરજણના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જાતા કરજણ પોલીસે વિધિવત તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

નવસારીનાં બોરીયાચ ટોલનાકા પાસે ગેરકાયદે કતલખાને લઈ જવાતા ઘેંટા-બકરાથી ખીચોખીચ ભરેલી ટ્રક ઝડપાઈ

ProudOfGujarat

ઉકાઈ ડેમમાં 7 લાખ ક્યુસેક પાણીનો આવરો થતાં સપાટીમાં સડસડાટ વધારો

ProudOfGujarat

સ્વતંત્રતા પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીના આયોજન સંદર્ભે ભરૂચ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!