Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં પાણીના મુદ્દે થાળી વગાડી મહિલાઓએ વિરોધ દર્શાવ્યો.

Share

વડોદરાના પૂર્વ વિસ્તારમાં પાણીના મુદ્દે મહિલાઓએ થાળી વગાડી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

વડોદરાના પૂર્વ વિસ્તારમાં ઘણા લાંબા સમયથી કોર્પોરેશન દ્વારા પૂરતા પ્રમાણમાં પાણી આપવામાં આવતું નથી જે પાણી આપવામાં આવે છે તે પણ અત્યંત દુર્ગંધ યુક્ત અને ગંદુ પાણી હોય છે.

છેલ્લા બે દિવસથી મહિલાઓ કલેકટર કચેરી સહિતના અધિકારીઓ સમક્ષ રજૂઆતો કરે છે પરંતુ આ રજૂઆતોને સત્તાધીશો દ્વારા ધ્યાને લેવામાં ન આવતા આજે અહીંની મહિલાઓએ થાળી વગાડી ગંદુ અને અપુરતું પાણી આવે છે તેનો વિરોધ કર્યો હતો. તેમજ વધુમાં આ વિસ્તારની મહિલાઓએ જણાવ્યું છે કે અહીંના કોર્પોરેટરો અને સત્તાધીશો માત્ર ચૂંટણીના સમયે જ આવે છે, જો અમારી માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી ચૂંટણીમાં અમારો સમગ્ર વિસ્તાર કોઈપણ પક્ષને મત નહીં આપે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.

Advertisement

Share

Related posts

કતપોર બજારમાં તસ્કરોનો તરખાટ, અનેક દુકાનોમાં હાથફેરો : કાચ તોડી અને પતરા કાપીને દુકાનોમાં ઘૂસ્યા તસ્કરો, CCTVના આધારે B ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી

ProudOfGujarat

દહેજમાં ટ્રકે દંપતીની બાઈકને ટક્કર મારી, મહિલા કચડાઈ; સારવાર માટે હોસ્પિટલોના ધક્કા વચ્ચે મોત : વાડિયા ચોકડી પાસે પાછળથી આવેલી ટ્રકે બાઈકને અડફેટે લીધી, પતિ ઈજાગ્રસ્ત

ProudOfGujarat

ઉમરપાડા ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારીનો વિરોધ ધરણા સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!