Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા ૧૦૮ ના આરોગ્ય સેવકોનું કલેકટર એ કર્યું સન્માન.

Share

ઉમદા જીવન રક્ષક આરોગ્ય સેવાઓ સમયસર ઉપલબ્ધ કરાવનાર ૧૦૮ જીવીકે ઈએમઆરઆઈ સેવાઓના કર્મયોગીઓનું વડોદરા જિલ્લા કલેકટર અતુલ ગોરના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. તેમાં ૧૦૮ ના ઈ.એમ.ટી. નિધિ પટેલ, કમલેશ ઓડ, પાયલોટ વિરલ પટેલ, રાજેન્દ્રસિંહ રાજ અને ખિલખિલાટ સેવાના કોમલ મહેરાનો સમાવેશ થતો હતો.

જિલ્લા કલેકટર એ આ તમામ આરોગ્ય સેવકોની કાર્ય નિષ્ઠાને બિરદાવી હતી. તેમણે ૧૦૮ ની જીવન સુરક્ષક સેવાઓની પ્રશંસા કરી હતી. સન્માનીતોને પદક અને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. આ સેવાના વડોદરા અને આણંદ જિલ્લાના પ્રોગ્રામ મેનેજર નિલેશ ભરપોડાએ કાર્યક્રમનું સંકલન કર્યું હતું.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં માઁ વિંધ્યવાસિની ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હરિતાલિકા તીજ નિમિત્તે વિશાળ કજરી મહોત્સવની ઉજવણી કરાઈ 

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી ડેવલપમેન્ટ એન્ડ ટુરીઝમ ગવર્નન્સ ઓથોરીટીનું મહેકમ મંજૂર : રોકેટ ગતિથી વિકાસને નવો વેગ મળશે.

ProudOfGujarat

વલસાડ પાલિહિલ બંગલામાંથી ગરોળી પ્રજાતિની પાટલા ઘો પકડાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!