Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાના ગોરવામાં જુગાર રમતા 11 ઇસમોને ઝડપી પાડતી PCB પોલીસ.

Share

વડોદરામાં ગોરવા દશા માતાના મંદિર પાસે આવેલ ઓરડીમાંથી ૧૧ જુગારીઓને ત્રણ લાખથી વધુનો મુદ્દામાલ સાથે pcb પોલીસે ઝડપી પાડયા છે.

મળતી વિગતો અનુસાર વડોદરા પોલીસ કમિશનર ડોક્ટર શમશેરસિંઘના માર્ગદર્શન મુજબ જુગારના કેસો શોધી કાઢવા માટે સૂચનો આપવામાં આવેલ જ્યાં અનુસંધાને pcd પોલીસે પેટ્રોલિંગમાં હોય તે સમયે રાજેન્દ્રસિંહ ભીમસિંહ તથા દિનેશભાઈ ફુલાભાઈને બાતમી મળેલ કે દશામાના મંદિર પાસે કેટલાક શખ્સો જુગાર રમતા હોય આ બાતમીના આધારે pcb પોલીસે ગોરવા દશા માતા મંદિર પાસે બાપા સીતારામની મઢૂલીને અડીને બંધ ઓરડીમાં દરોડો પાડતા પટ્ટા પાના વડે હારજીતનો જુગાર રમતા (1) ભાવેશ મનહર પટેલ (2) નરેશ ઉર્ફે પ્રેમ ગિરધરભાઈ ભરવાડ (3) કિરણ ઉર્ફે કિરૂ ચંદ્રસિંહ પરમાર (4) અજય ચંદ્રસિંહ પરમાર (5) કૂરન સનાભાઇ પંડ્યા (6) રવિશંકર ઇન્દ્રાસન શર્મા (7) ગૌતમ કાંતિલાલ સાવલીયા (8) હરીશ રાઘવન કારકીલ (9) યતીન કમલેશ પટેલ (10) જયેશ ભોગીલાલ પરમાર (11) રાકેશ જશુભાઈ પઢીયાર સહિતના ૧૧ જુગારીઓને પત્તા પાના વડે જાહેરમાં હારજીતનો જુગાર રમતા pcb પોલીસે ઝડપી પાડયા છે. સ્થળ પરથી રોકડ રકમ રૂ.1,51,030, મોબાઇલ ફોન નંગ- 12 રૂ. 1,30,500, પત્તા પાનાં નંગ 104, 3 એકટીવા કિંમત રૂ. 95000 સહિત કુલ મુદ્દામાલ રૂ. 3,76,530 નો કબજે કરી પોલીસે જુગારધારા મુજબની આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

Advertisement

Share

Related posts

મોટામિયા માંગરોલનાં ગાદીપતિ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તીનાં માર્ગદર્શન હેઠળ મામલતદારને મહામારી સમયે જરૂરિયાતમંદ લોકો માટે અનાજની કીટ આપવામાં આવી.

ProudOfGujarat

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ બનાસકાંઠાના કાંકરેજ ખાતે ચૂંટણી સભા સંબોઘી.

ProudOfGujarat

રાજપીપળામાં 5 ટીમો દ્વારા અલગ અલગ વિસ્તારોમાં કોરોના રેપીડ ટેસ્ટ શરૂ : નર્મદા જિલ્લા આરોગ્ય એલર્ટ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!