Proud of Gujarat
GujaratFeaturedINDIA

મોટામિયા માંગરોલનાં ગાદીપતિ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તીનાં માર્ગદર્શન હેઠળ મામલતદારને મહામારી સમયે જરૂરિયાતમંદ લોકો માટે અનાજની કીટ આપવામાં આવી.

Share

જયારે સમગ્ર દેશમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા લોકડાઉન કરવામાં આવેલ હોય મોટામિયા માંગરોલની ગાદી દ્વારા નોવલ કોરોના ( COVID- 19) મહામારીના સમયે જરૂરિયાતોને સમગ્ર લોકડાઉન દરમ્યાન સમયાંતરે આરંભથી નિરંતર સહાય કરવામાં આવી રહી છે,માનવ સેવા, ઘેર ઘેર ગાયો પાળો, કોમી એકતા, ભાઈચારો, વ્યસન મુક્તિનો સંદેશ આપતી મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદી(ખાનવાદા-એ-ચિશ્તીયા- ફરીદીયા-સાબિરીયા)ના વર્તમાન ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તીના માર્ગદર્શન હેઠળ આ ગાદી પ્રેરિત ગ્લોબલ સૂફી પીસ એન્ડ રિચર્ચ ફાઉન્ડેશન દ્વારા મોટામિયાં માંગરોલના મામલતદાર શ્રી મંગુભાઇ વસાવાને જરૂરિયાત મંદ લોકો માટે વિવિધ સામગ્રી સહિત ૧૦૦ અનાજની કીટ યુનુસભાઇ મીરઝા, તસ્લીમ ભાઇ, ગિરીશભાઇ પરમાર તથા અન્ય સ્વયંસેવકો હસ્તે તેમની હાજરીમાં આપવામાં આવેલ હતી. જે બદલ કચેરી દ્વારા ગાદીપતીનો સેવામાં સહભાગી થવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત લોકડાઉનની શરૂઆતથી જ ભરૂચ, વડોદરા, સુરત, જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ફૂડ પેકેટ સહિત જરૂરી સહાય સ્વયં સેવકો દ્વારા પહોંચાડવામાં આવી હતી.જનહિત માટે સરકાર દ્વારા લાેકડાઉનનો સમયગાળો ત્રીજી મે સુધી લંબાતા આ દરમ્યાન વિવિધ જિલ્લાઓમાં મહત્તમ લોકોને લાભ થાય એ આશયથી અનાજની કીટ વિતરણનું આયોજન ચાલી રહ્યું છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે આ ગાદી દ્વારા રેલ રાહત કેમ્પ, વૃક્ષારોપણ, મેડિકલ કેમ્પ, સર્વજાતિ સમૂહ લગ્ન, શિક્ષણમાં બાળકો માટે પ્રોત્સાહક સહાય, રક્તદાન કેમ્પ જેવા સમાજ ઉપયોગી કામો કરવામાં આવ્યા છે.

Advertisement

Share

Related posts

મોરબી : કોરોના મહામારી વચ્ચે મહિલા પોલીસકર્મીની ફરજ નિષ્ઠા, લગ્નનાં બીજા જ દિવસે મહેંદીવાળા હાથ સાથે જ ડ્યુટી જોઈન્ટ કરી લીધી.

ProudOfGujarat

કર્ણાટક : ધસમસતા પાણીના ધોધ પાસે ઈન્સ્ટાગ્રામ રિલ્સ બનાવતા યુવકનો પગ લપસતા મોત

ProudOfGujarat

ભરૂચ : જંબુસર ખાતે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અનુલક્ષી ભાજપ પેજ સમિતિની બેઠક મળી, કોંગ્રેસનાં 100 કાર્યકરો જોડાયા ભાજપમાં… જાણો વધુ..!!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!