Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા : લૂંટના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ગણતરીના કલાકોમાં કરજણ પોલીસે ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલ્યો.

Share

ગત તારીખ ૧૬ મી એપ્રિલના રોજ કરજણ તાલુકાના માંગલેજ ગામ પાસે એક બોલેરો પિક અપના ચાલક લઘુશંકા કરવા ઉતરતા ચાર ઈસમોએ ચાલકને માર મારી લૂંટી લેતા કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદના આધારે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. અને માત્ર ગણતરીના કલાકોમાં કરજણ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર મેહુલ પટેલે અને તેમની ટીમે ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. કરજણ પી.આઈ. પટેલના નેતૃત્વ હેઠળ કરજણ પોલીસે તા. 16 ના રોજ ને.હા.48 ઉપર કરજણ તાલુકાના માંગલેજ ગામ નજીક પેશાબ પાણી કરવા ઉતરેલા એક બોલેરો ગાડીના ચાલકને લૂંટી લેવાના બનાવની નોંધાયેલી ફરિયાદના આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. તેમજ પૂછપરછમાં અન્ય સ્થળે લૂંટને આપેલ અંજામનો પણ પર્દાફાશ થયો હતો.

ઝડપાયેલા આરોપીઓ :-

(૧) વિપુલભાઇ દિપકભાઇ રાઠવા ઉ.વ .૨૧ ધંધો.કડીયાકામ હા.રહે . છાણી ગામ, ખોડીયાર નગર પ્રજાપતી નગર તા.જી. વડોદરા શહેર મુળ રહે.ચુલી ગામ તા.જેતપુર પાવી જી.છોટાઉદેપુર ( થાણા.કદવાલ પોસ્ટે )

Advertisement

(૨) રોહીતભાઇ ઉર્ફે બાડીયો અમરસિંગભાઇ માવી ઉ.વ .૧૯ ધંધો.કડીયાકામ હા.રહે . છાણી ગામ ખોડીયાર નગર પ્રજાપતીનગર સોસાયટી તા.જી. વડોદરા શહેર મુ.રહે . નાનીખરજ ગામ તા.જી.દાહોદ ( થાણા નાગરાળા પોસ્ટે )

(૩) ગણેશભાઇ ઉર્ફે ગણીયો રામભાઇ કુસવા ઉ.વ .૧૯ ધંધો.છુટક મજુરી હા.રહે . છાણી ગામ ખોડીયાર નગર ણેશનગર સોસાયટી તા.જી.વડોદરા શહેર મુ.રહે.કેવલારી ગામ તા.કાંચ જી.ઝાંસી ( થાણા – કાંચ ) ( ઉત્તરપ્રદેશ )

(૪) ફરદીન ઉર્ફે સોનું અફજલઅહેમદ અન્સારી ઉ.વ .૨૦ ધંધો.ડ્રાઇવીંગ હાલ રહે. શ્રી રામનગર સોસાયટી પ્રશન્સા સ્કુલ પાસે તા.જી. વડોદરા શહેર

આરોપીઓએ અગાઉના સમયમાં કરેલ ગુનાની કબુલાત :-

– કરજણ પોલીસ સ્ટેશની હદમા કરેલ ગુના……
– આરોપીઓએ ભેગા મળી એક બોલેરો પીકપ ગાડીના ડ્રાઇવરને ટોર્ચ વડે ડીપર મારી લલચાવી ઝાડી ઝાખરામાં ખેચી જઇ ડ્રાઇવરનું હાથમાં પહેરવાનુ યાદીનુ કડુ તથા એક ચાદીની વીટી તથા રૂ. 5000/- રોકડા તથા એક મોબાઇલ લુટી લિધેલ હતો.
– તા.8 ના રોજ ટ્રક ડ્રાઇવરને પકડી પાડી રૂ. 8000/- તથા એક મોબાઇલ ફોન.
– તા.9 ના રોજ ટ્રક ડ્રાઇવરને પકડી પાડી રૂ.12,000/- .
– તા.10 ના રોજ ટ્રક ડ્રાઇવરને પકડી પાડી રૂ. 5,000/- .
– તા.11 ના રોજ ટેમ્પોના ડ્રાઇવર પાસેથી રૂ.7,000/-.
– તા.12 ના રોજ ટ્રક ડ્રાઇવરને પકડી પાડી રૂ.12,000/-.
– તા.14 ના રોજ ટ્રક ડ્રાઇવરને પકડી પાડી રૂ.5,500/- તથા એક એન્ડ્રોઇડ મોબાઇલ ફોન.
– તા.15 ના રોજ ટ્રક ડ્રાઇવરને પકડી પાડી રૂ.8,000/- તથા એક એન્ડ્રોઇડ મોબાઇલ ફોન.
– તા.17 ના રોજ આઇસર ટેમ્પોના ડ્રાઇવર પાસેથી રૂ. 9,000/- તથા એક અન્ડ્રોઇડ મોબાઇલ .

વરણામાંથી વડોદરા તરફના ટ્રેક ઉપર :-

– તા.2 ના રોજ ટ્રક ડ્રાઇવરના રૂ.3,300 / –
– તા.3 ના રોજ બોલેરો પીકપ ગાડીના ડ્રાઇવરના રૂ.7,800/-.
– તા.7 ના રોજ એક ટ્રક ડ્રાઇવરના રૂ. 7,000/- .

વડોદરા શહેર ખાતે કરેલ ગુનાની વિગત :

– ડુમાડ ચોકડી તથા ગોલ્ડન ચોકડીની વચ્ચેના રોડ ઉપર એક ટ્રકના ડ્રાઇવર પાસેથી રૂ. 3,600/-, ડુમાડ ચોકડી તથા ગોલ્ડન ચોકડીની વચ્ચેના રોડ ઉપર એક ટ્રકના ડ્રાઇવર પાસેથી રૂ.5300/-, ડુમાડ ચોકડી તથા ગોલ્ડન ચોકડીની વચ્ચેના રોડ ઉપર એક ટ્રકના ડ્રાઇવર પાસેથી રૂ.7,500/-, ડુમાડ ચોકડી તથા ગોલ્ડન ચોકડીની વચ્ચેના રોડ ઉપર એક પીઅપ બોલેરોના ડ્રાઇવર પાસેથી રૂ.1,000/- તેમજ છાણી રીત્રી બજારમાંથી અવાર નવાર મોબાઇલ ફોન ચોરી કરેલ છે.

➤ આરોપીઓ પાસેથી કબ્જે કરવામાં આવેલ મુદામાલ :-

એક હીરો કંપનીની બ્લેક કલરની સ્પેલ્ડર પ્લસ નવી મોટરસાઈકલ, એક ચાંદીનું હાથમા પહેરવાનું કડુ, ચાંદીની વીટી, રોકડા રૂ. 5000/-, એક એન્ડ્રોઇડ મોબાઇલ ફોન તેમજ સ્ત્રીને ઓઢવા માટેની લાલ કલરની ડીઝાઇન વાળી બે ઓઢણીઓ.

યાકુબ પટેલ, કરજણ


Share

Related posts

વાઘોડિયા અને પાદરામાં આયુષ મેગા નિદાન સારવાર કેમ્પ યોજાયો.

ProudOfGujarat

ભરૂચમાં 31 મી ડિસેમ્બરે જો દારૂ પી ને વાહન ચલાવ્યું કે પાર્ટી કરી તો પોલીસ છોડશે નહીં જીલ્લામાં કરોડોનો દારૂ ઝડપાયો હજારો લોકો પકડાયા અને અનેકો તડીપાર કરવામાં આવ્યા છે.

ProudOfGujarat

ભરૂચમાં બપોરનાં સમયે વરસાદી ઝાપટું પડતાં વાતાવરણમાં ઠંડક ફેલાય.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!