Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાના અલકાપુરી વિસ્તારમાં જીમમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ.

Share

વડોદરાના અલકાપુરી ખાતે આવેલા બેલેન્સ વર્ક જીમમાં આગના બનાવથી ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો તેમજ જીમનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો.

વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલ બેલેન્સ વર્ક જીમમાં આજે સવારે અચાનક જ શોર્ટસર્કિટના કારણે આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જીમના સંચાલકનું કહેવું છે કે શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોય જેમાં જીમને લગતો તમામ સામાન, એસી, એલસીડી બળીને ખાખ થઈ ગયા હતા. તાત્કાલિક ધોરણે વડીવાડી ફાયર સ્ટેશનને જાણ કરવામાં આવતા સમગ્ર ફાયર કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા, સદ્નસીબે આ બનાવમાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી.

Advertisement

Share

Related posts

માંગરોળ ઉત્તરવાહિની પરિક્રમામાર્ગ ગંદકીથી ઉભરાયો, પરિક્રમાવાસીઓએ સેવાભાવિ સંસ્થાઓની સેવા લજવી.

ProudOfGujarat

ટ્રાફિક ભંગ કરનારાઓને ચેતવણી : ટ્રાફિક-પોલીસે ક્રેડિટ-ડેબિટ કાર્ડથી દંડ લેવા 900 સ્વાઇપ મશીન ખરીદ્યાં.

ProudOfGujarat

ભરુચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ એસ.એમ.સી.પી સંસ્કાર વિદ્યાભવન ખાતે ગુજરાતની પ્રથમ ફ્યુચરિસ્ટિક લેબ શરૂ થનાર છે જે અંગે માહિતી આપવા પત્રકાર પરિષદ યોજાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!