Proud of Gujarat
INDIAFeaturedGujarat

વડોદરા : નંદેસરીની ઓરિએન્ટલ કંપનીમાં મોરના મૃત્યુ મામલે પી.એમ રિપોર્ટ બાદ કાર્યવાહી કરાશે.

Share

વડોદરાના નંદેસરી ખાતે આવેલી ઓરિએન્ટલ કંપનીમાં રાષ્ટ્રીય પક્ષી મોરનું મૃત્યુ નીપજયું છે. મોરના મૃત્યુ પાછળનું પ્રાથમિક કારણ કુતરાએ મોરને પકડ્યું હોવાનું જણાઇ આવી રહ્યું છે. જોકે રાષ્ટ્રીય પક્ષી મોરના મૃત્યુ બાદ કંપની ખાતે જ તેની સન્માનપૂર્વક અંતિમ વિધિ કરવામાં આવી હતી.

સમગ્ર મામલાની જાણ રેન્જ ફોરેસ્ટ ઓફિસર કરણ રાજપૂતને જાગૃત નાગરિકે કરતા સામાજીક વનીકરણ વિભાગ વડોદરાની ટીમ કંપની ખાતે પહોંચી હતી. કંપની ખાતેથી સામાજિક વનીકરણ વિભાગની ટીમે મોરના મૃતદેહને કબ્જે લઇ તેને પીએમ અર્થે મોકલવાની તજવીજ હાથ ધરી છે. સમગ્ર મામલે મીડિયા સમક્ષ સામાજીક વનીકરણ વિભાગ વડોદરાના રેંજ ઓફિસર કરણ રાજપૂતે વધુ વિગત આપી હતી અને સાથે જ જો પી.એમ માં મોરનો શિકાર કરવામાં આવ્યો હોવાનું જણાઇ આવશે તો નિયમોને આધીન કાયદેસરની કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું છે.

Advertisement

Share

Related posts

ભાજપની ચૂંટણી ફોર્મ ભરવાના અંતિમ દિવસોમાં યાદી બહાર પાડવાનું આ છે કારણ.

ProudOfGujarat

ભરૂચની શ્રવણ ચોકડી વિસ્તારમાં સરકારી મીની એસ.ટી બસ અને ખાનગી કંપનીની લકઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં વરસાદી ઠંડક પ્રસરતા પ્રદૂષણની માત્રા વધી જાણો વધુ…???

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!